નવી દિલ્હી: એસ્ટ્રાઝેનેકાની સાથે મળી દેશમાં કોવિશીલ્ડ વેક્સિન બનાવી રહેલી પુણે સ્થિત દેશની સૌથી મોટી દવા નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા(એસઆઈઆઈ)ને રશિયાની sputnik-v વેક્સિન બનાવવાની મંજૂરી મળી ગઈ છે. સત્તાવાર જણાવ્યું હતું કે વેક્સિનના પરીક્ષણ અને વિશ્લેષણ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(ડીસીજીઆઈ) એ કેટલીક શરતો સાથે સીરમને મંજૂરી આપી દીધી છે.
આ પહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટના પુણે સ્થિત પોતાના લાઇસન્સ પ્રાપ્ત હડપસર કેન્દ્રમાં ટ્રાયલ, તપાસ તથા વિશ્લેષણ માટે કોવિડ-19 રસી સ્પુતનિક-વીને બનાવવાની મંજૂરી માંગતા ડીસીજીઆઈને અરજી કરી હતી. પુણે સ્થિત કંપનીએ પોતાના હડપસર કેન્દ્રમાં રસી બનાવવા માટે ગમલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેલિપલો એન્ડ માઇક્રોબાયોલોજીની સાથે કરાર કર્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે સીરમ 18મેંએ બાયોટેકનોલોજી વિભાગની આનુવંશિક મેનીપ્યુલેશન સમીક્ષા સમિતિ(આરસીજીએમ) ને પણ અરજી આપી સંશોધન અને વિકાસ કાર્ય કરવા માટે સ્ટ્રેન કે કોશિકાઓ બેન્કને આયાત ન કરવાની મંજૂરી માંગી હતી. આરસીજીએમે એસઆઈઆઈને અરજીના સંબંધમાં કેટલાક સવાલ કર્યા છે અને પુણે સ્થિત કંપની તથા ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી વચ્ચે સામગ્રી હસ્તાતંરણ સંબંધી સમજુતીની કોપી પણ માંગી છે. ઉલ્લેખનીય છે કે હાલ ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે SII એ ભારતના DCGI ને બુધવારે એક અરજી આપી હતી, જેમાં તેના લાયસન્સ પ્રાપ્ત હડપસર કેન્દ્રમાં ટ્રાયલ, તથા વિશ્લેષણ માટે કોવિડ–19 સ્પુતનિક-વીના ભારતમાં ઉત્પાદનની મંજૂરી માંગવામાં આવી હતી.
આ મંજૂરી મળ્યા બાદ સીરમની ભારતમાં રસીના પ્રતિબંધિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી લેવાની યોજના છે. સીરમ પહેલા સરકારને જણાવી ચુકી છે કે તે જૂનમાં 10 કરોડ કોવિશીલ્ડ ડોઝનું ઉત્પાદન અને આપૂર્તિ કરશે. તે નોવાવૈક્સની રસી પણ બનાવી રહી છે. નોવાવેક્સ માટે અમેરિકાથી નિયામક સંબંધી મંજૂરી હજુ મળી નથી. ડીસીજીઆઈએ એપ્રિલમાં તેના આપાત ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. સ્પૂતનિક વીના 30 લાખ ડોઝનો બીજો જથ્થો મંગળવારે હૈદરાબાદ પહોંચ્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024