સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ૧૫૦ પરિવારને રૂપિયા ૮ લાખની સહાય

15-Jun-2021

સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સહાય અર્પણ કરવામાં આવી છે.

કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે તેવા સમયે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જરૂરિયાત મંદોને આઠ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.આ માટે અમેરિકાથી 30 હજાર ડોલર સહાય અપાઇ છે

કોરોનાને કારણે નિરાધાર બનેલા પરિવારોની વહારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આવ્યો હતો. સોમવારે બપોરે લોક સમર્પણ બ્લડ બેક હોલમાં યોજાયેલા સમારોહમાં ૧૫૦ પરિવારોને રૂ.૮ લાખ સહાય વિતરણ કરવામાં આવી હતી. ૧૫૦ પરિવારને રૂ.૫ હજાર અને ૧૦ પરિવારને રૂ.૧૦ હજાર સહાય આપવામાં આવી હતી. અમેરીકાથી સમાજના ટ્રસ્ટી પવિણ પાનસુરીયાએ ૧૧ હજાર ડોલરની સહાય મોકલાવી હતી. લાયન્સ ક્લબ ઓફ ટેક્સાસ તરફથી ૫ હજાર ડોલર, પ્રવિણ પાનશેરીયા પરિવાર તરફથી બે હજાર ડોલર અને પ્રવિણ ગઢીયા તરફથી બે હજાર ડોલર સહિત કુલ રૂ.૮ લાખની સહાય મળી હતી. લાયન્સ ક્લબ ઓર રાંદેર-અડાજણના માધ્યમથી સહાય લાભાર્થીઓને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કોરોનાને કારણે મુશ્કેલમાં મુકાયેલા પરિવારોને રૂ.૧૦ હજાર સહાય આપવામાં આવી હતી. કોરોનાની પ્રથમ વેવમાં પણ પ્રવિણ પાનસુરીયાએ રૂ.૧૦ લાખની સહાય મોકલાવી હતી.

પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યુ કે કારોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની હાલત સૌથી વધુ કફોડી છે. નિરાધાર બહેનો અને બાળકોને હુફની જરૂર છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ઓફિસમાં એક હજાર વિધવા બહેનોની મદદ માટે અરજી આવી હતી. બાળકોએ પણ મદદ માટે વિનંતી કરી છે.

Author : Gujaratenews