શ્રાવણ કેરો માસ આયો: સોમનાથમાં ૩૧ ધ્વજા ચડાવાઈ, કોરોનાને કારણે ૩૫૦૦૦ લોકો જ દર્શન કરવા આવ્યા

10-Aug-2021

ભગવાન ભોળાનાથને અને શિવભક્તોને પ્રિય શ્રાવણ માસનો આજે શ્રાવણી સોમવારે હર હર મહાદેવ, ઓમ નમઃશિવાયના નાદ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહ અને શ્રધ્ધા સાથે પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પાસ વગર પ્રવેશ નહીં આપવાનો નિયમ વચ્ચે પણ રાત્રિ સુધીમાં ૩૫ હજાર ભાવિકોએ દર્શન કર્યા હતા જે કોરોના ન હોય ત્યારે સંખ્યા એક લાખને આંબી જતી હોય છે. આજે એક દિવસમાં જ ભાવિકોએ ૩૧ ધ્વજા ચડાવી હતી અને ૧૨ તત્કાલ મહાપૂજા કરી હતી. તો અન્ય પ્રસિધ્ધ મંદિરોએ વહેલી સવારથી જ ભાવિકોની ડિસ્ટન્સ સાથે પણ ભારે ભીડ જોવા મળી હતી.

Author : Gujaratenews