'આપ્યા ફૂટી ગયા છે આપ્યા ગદ્દાર છે' શિક્ષણ સમિતિની ૨૦ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી તોફાની બની

26-Jun-2021

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પોતાના જ પક્ષના કોઇ ગદ્દાર નગર સેવકે ભાજપના સભ્ય માટે ક્રોસ વોટિંગ કરતા ભાજપની ચાલ સફળ રહેવા પામી હતી.

આ ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો, કલાકો સુધી આપના કાર્યકરોએ મનપાના મુખ્યાલને ઘેરો ઘાલ્યો હતો તેથી ભાજપના તમામ પદાધિકારીઓ અલગ અલગ રસ્તેથી ઘરે ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ આપના નગર સેવકો અને કાર્યકરોની મીટીંગ વિપક્ષી નેતાની ઓફીસમાં થઇ હતી. આપ દ્વારા મેસેજ વાયરલ કરાતા મોટી સંખ્યામાં આપના કાર્યકરો મનપા ખાતે આવી ગયા હતા. જો કે મેયર ચાલ્યા ગયા હોવાથી આ કાર્યકરો મેયર બંગલા ખાતે ગયા હતા. પરંતુ ધમાલથી ચેતી ગયેલા મેયર રાત્રે મેયર બંગલે ગયા નહોતા તેથી અહી વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ ફેસબુક લાઇવ કરી ભાજપે ગંદુ રાજકારણ રમ્યું હોવાના આક્ષેપ સાથે બેલેટ પેપરની તફડંચી થઇ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો તેમજ આ ચૂંટણી રદ કરી ફેર મતદાન માટે માંગણી કરતું આવેદનપત્ર મેયર બંગલા પરના ડોર કીપરને આપી આ આવેદનપત્ર મેયરને પહોંચાડી દેવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણ સમિતિમાં શુક્રવારે ચૂંટણી બાદ  ફરીથી મતગણતરી કરવા અને બેલેટ પેપર બતાવવા વિપક્ષે માંગ કરી હતી જે ચૂંટણી અધિકારી એવા મેયરે ફગાવી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા પરાજીત ઉમેદવાર અને વિપક્ષે હોબાળો મચાવી સરદાર ખંડમાં ખુરશી, માઇક અને ટેબલની તોડફોડ શરૃ કરી દીધી હતી. ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. તો ભાજપીઓએ વળતામાં સૂત્રો પોકાર્યા હતા કે, આપીયા ફુટી ગયા છે, આપીયા ગદ્દાર છે. મેયરના ઘરે મોડી રાત સુધી હોબાળો ચાલ્યો હતો.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વીસ વર્ષ બાદ યોજાયેલી ચુંટણી તોફાની બની હતી. મતદાન પ્રક્રિયા પુરી થયાં બાદ આપના એક ઉમેદવાર હારી જતાં મતગણતરી થતી હતી તે હોલમાં જ ગાળાગાળી અને મારામારી થઈ હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વિપક્ષે મતદાનનું સાહિત્ય છીનવીને ફાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ વિપક્ષના કોર્પોરેટરો અને સમર્થકોએ પાલિકામાં તોડફોડ કરીને હોબાળો મચાવતાં વિપક્ષી કોર્પોરેટરોને ગુનેગારો હોય તેમ પોલીસે અહીથી ઉંચકી લીધા હતા.

 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આઠ સભ્યો માટે નવ ઉમેદવારી પત્રક આવતા ચૂંટણી યોજાઇ હતી. ચુંટણીમાં ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર રાકેશ ભીકડીયાને ૯૮ મત જ્યારે આપના ઉમેદવારને 95 મત મળતા આપના ઉમેદવારની હાર થઇ હતી. ચૂંટણી અધિકારી તરીકે મેયરની અધ્યક્ષતામાં મતગણતરી થઇ તે દરમિયાન ઉમેદવારો, પાલિકાના શાસક પક્ષ અને વિપક્ષના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ચુંટણીમાં દરેક કોર્પોરેટરોએ આઠ મત આપવાના હતા. પરંતુ એક બેલેટ પેપર પર આઠના બદલે સોળ મત આપતાં તે મતદાન પત્ર રદ્દ કરાયું હતું. જેને લીધે આખી બાજી પલટાઇ ગઇ હતી અને વિપક્ષના એક સભ્યની હાર થઇ હતી.

 

જેથી ફરીથી મતગણતરી કરવા અને બેલેટ પેપર બતાવવા વિપક્ષે માંગ કરી હતી જે ચૂંટણી અધિકારી એવા મેયરે ફગાવી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા પરાજીત ઉમેદવાર અને વિપક્ષે હોબાળો મચાવી સરદાર ખંડમાં ખુરશી, માઇક અને ટેબલની તોડફોડ શરૃ કરી દીધી હતી. ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. તો ભાજપીઓએ વળતામાં સૂત્રો પોકાર્યા હતા કે, આપીયા ફુટી ગયા છે, આપીયા ગદ્દાર છે.

 

સિક્યુરીટી ગાર્ડસ દ્વારા સમજાવટ થતા ધમાચકડી ચાલુ રહેતા બહાર પહેલેથી તહેનાત પોલીસને સભાખંડમાં બોલાવવી પડી હતી. પણ પોલીસની સમજાવટ છતા હોબાળો ચાલુ રહેતા બળપ્રયોગ કરીને વિપક્ષના કોર્પોરેટરો અને સમર્થકોને ખેંચની પોલીસ જીપમાં બેસાડી દેવાયા હતા. મતગણતરી બાદ અપેક્ષા મુજબ હોબાળો થયો અને તોડફોડ થતાં વીસ વર્ષ બાદ થયેલી શિક્ષણ સમિતિની ચુંટણી તોફાની અને વિવાદી બની હતી.

 

સિક્યુરીટી-પોલીસ ન હોત તો આ લોકો કપડા પણ ફાડી નાંખતેઃ મેયર

 

વિપક્ષે મેયર તો ઠીક મહિલાનું પણ સન્માન જાળવ્યું નથીઃ શરૃઆતથી એક-એક બેલેટ પેપર બતાવાતું હતું

 

શિક્ષણ સમિતિની ચુંટણીના ચુંટણી અધિકારી અને મેયર એવા હેમાલી બોઘાવાલાએ તોફાન બાદ વિપક્ષ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષે મેયર તો ઠીક એક મહિલાનું પણ સન્માન જાળવ્યું નથી. ચુંટણી હારી ગયાં બાદ વિપક્ષનું વર્તન અશોભનિય હતું. જો પોલીસ અને સિક્યુરીટી ન હોત તો આ લોકો કપડાં પણ ફાડી નાંખતે તેવું લાગતું હતું.

 

મેયેરે જણાવ્યુ હતું કે, મત ગણતરી શરૃ થઈ ત્યારે શરૃઆતથી એ જ એક એક બેલેટ પેપર બતાવવામાં આવતું હતું પરંતુ ગણતરી પુરી થયા ંબાદ આપના ઉમેદવારની હાર દેખાતા જ વિપક્ષનું અશોભનીય અને અભદ્ર વર્તન શરૃ થયુ ંહતું. સરદાર ખંડને છાજે નહીં તેવા શબ્દોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. હારેલા ઉમેદવાર થતા અન્ય સભ્યોએ સરદાર ખંડની મિલ્કતોની તોડફોડ કરી હતી અને બેલેટ પેપર તથા અન્ય સામગ્રી ઝુંટવીને ફાડવાનો પ્રયાસ કર્યો હતો. બેલેટ પેપર તો ફાટયા નથી પરંતુ ગણતરી દરમિયાન ઉપયોગમાં લેવાયાલા કાગળ વિપક્ષી નેતાએ ફાડી નાંખ્યા હતા.મત ગણતરી દરમિયાન આપના ઉમેદવાર રમેશ પરમારને એક પેપરમાં આઠ મત મળ્યા હતા તેમાંથી એક મદ્દ રદ્દ થયો હતો તે પણ પહેલાં બતાવાયો હતો. ત્યાર બાદ બીજા એક બેલેટ પેપરમાં આઠને બદલે સોળ મત હતા તે બેલેટ પણ તેમને બતાવીને મત રદ્દ કરાયો હતો. પરંતુ ગણતરી બાદ પોતાના સભ્યોની હાર જોતાં વિપક્ષે તોફાન કર્યા હતા. તેઓનું વર્તન એટલું અશોભનીય હતું કે, તેઓ મારી પર ધસી આવ્યા હતા જો સિક્યુરીટી અને પોલીસ ન હોત તો આ લોકો કપડાં ફાડી નાંખતા પણ અચકાતે નહીં.

 

મારામારી નહી ધક્કામુક્કી થઇ તે પણ ભાજપના સભ્યને કારણે ભગવાન રામનું નામનું નામ લઈ ભાજપ રાવણ જેવા કામ કરે છેઃ વિપક્ષ

 

બેલેટ પેપર કયા નિયમ હેઠળ બતાવ્યું નહી ? તે જ બેલેટ બાદમાં ભાજપનો માણસ લઇને ભાગી ગયો

 

મ્યુનિ.ના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું, મતગણતરી બાદ થયેલા હોબાળાના કારણે પોલીસ અને સિક્યુરીટી ગાર્ડે અમને ધક્કે ચઢાવ્યા હતા. અમે આતંકવાદી થોડા છીએ કે દર વખતે પોલીસ બોલાવવી પડે તેમનામાં ત્રેવડ ન હોય તો ઘરે બેસી જાય.

શિક્ષણ સમિતિની ચુંટણી બાદ મતગણતરી પુરી થયાં બાદ અમે બીજી વખત બેલેટ પેપર જોવા માગતાં મેયરે ના પાડી અને તેના કારણે બોલાચાલી થઈ હતી. બીજી વખત બેલેટ પેપર નહીં બતાવી શકીએ તો અમે ક્યા નિયમ હેઠળ નહીં બતાવવામાં આવે તેવું પુછતાં શાસકો પાસે કોઈ જવાબ હતો નહીં. ત્યાર બાદ તેમનો માણસ બેલેટ પેપર લઈને પાછળથી ભાગી ગયો હતો તેનો અર્થ એવો થયો છે કે ભાજપ સરકારે ચોરી કરી હોવાનો આક્ષેપ પાલિકાના વિપક્ષી નેતાએ કર્યા હતા.

તેમણે સ્પષ્ટ કહ્યું હતુ કે, કોઈ મારા મારી થઈ નથી માત્ર ધકકા મુક્કી થઈ હતી તે પણ ભાજપના સભ્યના કારણે જ થઈ છે. તેઓએ સિક્યુરીટી પર આક્ષેપ કરતા ંકહ્યું હતુ ંકે, મારા અને મારા ઉમેદવાર પર સિક્યુરીટીએ હુમલો કર્યો અને ગળું દબાવી દેવામાં આવ્યું હતું. તેઓએ આક્ષેપ કરતા ંકહ્યું હતુ ંકે અમને એક વાર પણ બેલેટ પેપર બતાવવામાં આવ્યા નથી . ભાજપ સરકાર કાયર છે ભગવાન રામનું નામ લઈને રાવણ હરામ જેવા કામ આ લોકો કરી રહ્યાં છે.

 

એક મહિલા અને એક પોલીસ કર્મચારીને પણ માર મરાયો

આપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષે મહિલાઓને આગળ કરી હતી. મેયરની ઓફિસ પર મહિલાઓ સાથે આપના એક કોર્પોરેટર આવ્યા હતા અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને સિક્યુરીટી આવતાં એક મહિલા કોર્પોરેટરે મહિલા પોલીસ કર્મચારી સાથે રીતસરની ઝપાઝપી કરીને મહિલા પોલીસને નખ માર્યા હતા. જ્યારે એક કોર્પોરેટરે ડી સ્ટાફના એક કર્મચારીને પણ માર માર્યો હતો. જેના કારણે આવા કોર્પોરેટરને પોલીસે બળ પ્રયોગ કરીને પકડીને મુકવા પડયા હતા.

Author : Gujaratenews