સુરત : નોકરી માટે આવેલી 17 વર્ષની કિશોરીને જોઇ બિઝનેસમેન પલળી ગયો, ફેક્ટરીમાં બાંધ્યા વારંવાર શારીરિક સંબંધ

08-Jun-2021

સુરત : સગીરાને જોબવર્ક-હેન્ડવર્કનું કામ આપવાની લાલચ આપી વેપારીએ સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં ચોકબજાર પોલીસે આરોપી બિઝનેસમેનની ધરપકડ કરી લીધી છે. 
સુરતમાં વેડ રોડ ખાતે રહેતી 17 વર્ષીય સગીરા પર બિઝનેસમેન ફેક્ટરીમાં બળાત્કાર ગુજાર્યો છે. સગીરાને જોબવર્ક-હેન્ડવર્કનું કામ આપવાની લાલચ આપી સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં ચોકબજાર પોલીસે આરોપી બિઝનેસમેનની ધરપકડ કરી લીધી છે. બિઝનેસમેન કાપડ પર સ્ટોન ચોંટાડવાનું હેન્ડવર્ક-જોબવર્કનું કારખાનું ધરાવે છે અને વેડરોડ પર રહે છે. તેને ત્યાંથી આસપાસ રહેતી મહિલાઓ જોબવર્કનું કામ લઈ જાય છે. દરમિયાન તેની સોસાયટીમાં જ રહેતી મહિલાને તેણે જોબવર્કનું કામ આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, આ કામ લેવા માટે તેની દીકરીને મોકલવા માટે કહ્યું હતું. આથી મહિલા પોતાની 17 વર્ષીય દીકરીને જોબવર્કના કામ માટે તેની ફેક્ટરીમાં મોકલતી હતી. જોબવર્કના કામ માટે આવતી સગીરા પર બિઝનેસમેને નજર બગાડી હતી અને તેણે સગીરાને લાલચ અને ધાક-ધમકી આપીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધવા માંડ્યા હતા. બિઝનેસમેન તેના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી વારંવાર તેનું શોષણ કરવા લાગ્યો હતો. આ બધાથી કંટાળી અંતે સગીરાએ પરિવારને જાણ કરી હતી તેમજ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. 

Author : Gujaratenews