દિવસમાં કેટલી વાર સેક્સ કરીએ તો એ નૉર્મલ કહેવાય?

20-May-2021

મારા હસબન્ડને રાતના સમયે બે વાર અને વહેલી સવારે ફરીથી એક વાર રિલેશન બાંધવું હોય છે અને તે એવું માને છે કે નવાં-નવાં મૅરેજમાં સેક્સ મૅક્સિમમ થવું જોઈએ. ખરેખર કેટલી વાર સેક્સ થાય તો નૉર્મલ કહેવાય?

મારી એજ ૨૮ની છે અને મારા હસબન્ડની એજ પણ એટલી જ છે. અમે ગયા ઑક્ટોબરમાં લગ્ન કર્યાં એટલે એ રીતે અમારાં મૅરેજને ૭ મહિના થયા છે, એમ છતાં અમારા બન્ને વચ્ચે સેક્સની બાબતમાં કેટલીક વાર બહુ સિરિયસ કહેવાય એવો ઝઘડો થાય છે, જેનો મુખ્ય ટૉપિક હોય છે કે અમે વીકમાં કેટલી વાર સેક્સ કરીએ છીએ? મારા હસબન્ડને રાતના સમયે બે વાર અને વહેલી સવારે ફરીથી એક વાર રિલેશન બાંધવું હોય છે અને તે એવું માને છે કે નવાં-નવાં મૅરેજમાં સેક્સ મૅક્સિમમ થવું જોઈએ. ખરેખર કેટલી વાર સેક્સ થાય તો નૉર્મલ કહેવાય?
ગુજરાતના રહેવાસી

 તમારા જવાબ પહેલાં આપણે થોડી જૂની વાતો જાણીએ. ફ્રેન્ચ નૉવેલિસ્ટ સાઇમેનોએ એવું જાહેર કર્યું હતું કે તેણે ૧૦,૦૦૦ સ્ત્રીઓ સાથે ફિઝિકલ રિલેશન બાંધ્યા હતા તો ફિલોસૉફર ઇમૅન્યુઅલ કાન્ટે પોતાની આખી લાઇફ દરમ્યાન ક્યારેય કોઈ સાથે જાતીય રિલેશન બાંધ્યા નહોતા. આવા બીજા અનેક દાવાઓ ઇતિહાસમાં છે અને એની નોંધ પણ કરવામાં આવી છે. સામાન્યપણે કપલ વીકમાં બેથી પાંચ વાર ફિઝિકલ રિલેશનથી જોડાતાં હોય છે, પણ આ સામાન્ય સ્તરની વાત છે. મેરેજ લાઇફની શરૂઆતમાં દિવસમાં બેથી ત્રણ વાર રિલેશનશિપ માટે મન થવું સ્વાભાવિક છે અને એમાં કોઈ ઍબ્નૉર્મલિટી આવતી નથી, પણ એવો કોઈ થમ્બ રૂલ નથી એટલે એ આંકડાને પણ પકડીને બેસવું યોગ્ય નથી.
રિલેશનથી જોડાવું એના કરતાં વધારે મહત્ત્વનું છે સંતોષપ્રદ રિલેશનશિપથી જોડાવું. જો તમને આનંદ આવતો હોય, કોઈ જાતનું પેઇન ન થતું હોય કે પછી કોઈ જાતની બીજી તકલીફ ન હોય તો તમે તમારા હસબન્ડ સાથે આગળ વધો, અન્યથા તમે તેને સમજાવો કે અહીં કોઈ પ્રકારનો દેશી હિસાબ ચાલતો નથી. અરેન્જ મૅરેજ હોય તો ઘણી વાર એવું પણ બને કે વાઇફ અઠવાડિયાંઓ સુધી રિલેશન માટે માનસિક તૈયાર ન હોય. બહેતર છે કે બન્ને આ ટૉપિક પર વાત કરો અને જરૂર લાગે તો તેમને આ જવાબ વંચાવો.

Author : Gujaratenews