કેન્દ્ર અમને આકરા નિર્ણય લેવા માટે મજબૂર ન કરે : સુપ્રીમ

07-May-2021

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાના કહર વચ્ચે ઓક્સિજન સપ્લાય અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ભારે ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર અમને આકરા નિર્ણય લેવા માટે મજબૂર ના કરે.દિલ્હીને સરકારે રોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવો જ પડશે.આ સપ્લાય ત્યાં સુધી ચાલુ રહશે જ્યાં સુધી અમારા આદેશમાં બીજા કોઈ બદલાવ ના આવે.આ માટેનો ચુકાદો લખાઈ ચુકયો છે અને તેને વેબસાઈટ પર અપલોડ પણ કરી દેવાશે. ૭૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો આદેશ એક દિવસ માટે નથી.

 

દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે, જો અમને રોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન રપ્લાય મળે તો અમે દિલ્હીમાં ૯૫૦૦ જેટલા બેડની વ્યવસ્થા કરી શકીશુ. જો પૂરતો ઓક્સિજન સપ્લાય મળે તો દિલ્હીમાં ઓક્સિજનની અછતથી કોઈની મોત નહીં થાય તેની ખાતરી અમે આપીએ છે.

 

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં આ પહેલા ઓક્સિજનની અછતથી કોરોનાના સેંકડો દર્દીઓ જાન ગુમાવી ચુક્યા છે અને હવે આ મામલે સુપ્રીમ કોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરી છે.

Author : Gujaratenews