નીતિ આયોગે જાહેર કર્યો વર્ષ 2020-21 નો SDG રિપોર્ટ
નવી દિલ્હી:નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21 માટેનો ઇન્ડેક્સનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં કેરળ ટોચ પર છે. બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. જ્યારે ગુજરાત ટોપ પાંચમાં સ્થાન મેળવી શક્યું નથી. ગુજરાતના 69 પોઇન્ટ સાથે 10માં નંબરે છે.કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા એસડીજી ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં બહેતર આરોગ્ય અને સુખાકારીના લક્ષ્યાંકમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે કેરળે એકંદર યાદીમાં પોતાનો પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં સફળતા મેળવી છે. આરોગ્યના લક્ષ્યાંકો માટેની યાદીમાં ગુજરાત પછી બીજા ક્રમે મહારાષ્ટ્ર તથા ત્રીજા ક્રમે તમિળનાડુનો સમાવેશ કરાયો છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) હેઠળ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સામાજિક, આર્થિક અને પર્યાવરણને લગતાં વિવિધ નિર્ધારિત માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ઈન્ડેક્સમાં બિહાર સૌથી નીચલા ક્રમે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)નો આ ઈંડેક્સ ગુરૂવારે 3 જૂનના રોજ નીતિ આયોગે રજુ કર્યો. આ ઈન્ડેક્સમાં 75 અંક સાથે કેરળ ટોચ પર છે.
કેરળ પછી હિમાચલ પ્રદેશ અને તમિલનાડુને 74 અંકો સાથે યાદીમાં બીજા સ્થાન પર મુકવામાં આવ્યુ છે. બિહાર, ઝારખંડ અને AAસામ આ વર્ષે ઈંડેક્સમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં સ્થાન પામ્યાં છે. આ ઈંડેક્સનું ત્રીજુ સંસ્કરણ બહાર પડતાં, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ અને ડેશબોર્ડ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લક્ષ્યાંકો પર નજર રાખવાના ભારતના પ્રયત્નોની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024