ગાંધીનગર, : કારોના વાઇરસની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે અનેક રાજ્યોમાં પ્રતિબંધાત્મક આદેશોમાં રાહતો આપવામાં આવી રહી છે અને અનેક રાહતમાં રેસ્ટોરન્ટ પાર્ક ખુલી ગયા છે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈ માસથી ખોલવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે.
સરકારના અંતરંગ વર્તુળોએ એવી માહિતી આપી છે કે અલગ-અલગ રાજ્યોમાં બધું જ ખુલી રહ્યું છે પરંતુ સ્કૂલ કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ હજુ પણ બધું છે અને તેને હવે જલ્દીથી ખોલવાની જરૂરિયાત છે તેમ સરકાર માને છે. જુલાઈ માસમાં કોરોના વાઇરસની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલી નાખવા અંગે ચર્ચા મંત્રણા શરૂ થઈ છે.
Author : Gujaratenews
05-Mar-2025