SBI બેઝિક બચત ખાતા માટે હવે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા વધારીને 4 વખત કરાઈ

05-Jun-2021

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ કહ્યું કે 1 જુલાઇથી તે બેઝિક બચત ખાતા માટેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ATM withdrawals ઉપરાંત ચેક બુક અને નોન ફાયનાન્શીયલ કામ પણ શામેલ છે. એસબીઆઈનો નવો ચાર્જ ફક્ત BSBD – Basic Savings Bank Deposit ખાતા પર લાગુ થશે.

 

બેઝિક બચત ખાતા માટે હવે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા વધારીને 4 વખત કરવામાં આવી છે. આમાં બેંક ઉપાડ અને એટીએમ ઉપાડ બંને શામેલ છે. આ પછી દરેક ઉપાડ પર 15 રૂપિયા લેવામાં આવશે. આ ચાર્જ એટીએમ અને બ્રાન્ચ ઉપાડ બંને પર લાગુ થશે. BSBD ખાતું ખોલતાં 10 ચેકબુક પેજ નિ: શુલ્ક આપવામાં આવશે. આ એક નાણાકીય વર્ષની મર્યાદા છે ત્યારબાદ ચેકબુક માટે અલગ ફી જમા કરવાની રહેશે. જોકે NEFT, IMPS અને RTGS ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ ફ્રી છે.કોઈ ગ્રાહક નાણાકીય વર્ષમાં 10 નિઃશુલ્ક ચેક બુક ઉપરાંત 10 પાનાની ચેક બુક લે છે તો 40 રૂપિયા લેવામાં આવશે. 25 પૃષ્ઠ માટે 75 ચાર્જ લેવામાં આવશે. ઇમરજન્સી સેવા હેઠળ 10 પાના માટે 50 રૂપિયા લેવામાં આવશે. જીએસટીનો અલગથી સમાવેશ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કોઈ શુલ્ક નથી. બેન્કે બીએસબીડી ખાતા સાથે RuPay કાર્ડ ઇસ્યુ કર્યું છે. આ કાર્ડ વિના મૂલ્યે આપશે

 

SBIએ ચાર્જના નામે સેંકડો કરોડ વસૂલ્યા :તાજેતરમાં બેઝિક બચત ખાતા પર શુલ્ક અંગે ચોંકાવનારો અહેવાલ મળ્યો હતો. આઈઆઈટી બોમ્બેએ તેના અધ્યયનમાં કહ્યું હતું કે દેશની સૌથી મોટી સરકારી બેંકો અને કેટલીક મોટી બેંકો ગરીબોના ખાતામાંથી સેવાઓના નામે કેવી મોટી કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર એસબીઆઈએ છેલ્લા છ વર્ષમાં બીએસબીડી ખાતા ધારકો પાસેથી ચાર્જ તરીકે 308 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. એસબીઆઈ પાસે 12 કરોડ બીએસબીડી એકાઉન્ટ ધારકો છે. પી.એન.બી. ના બીએસબીડી ખાતાધારકોની સંખ્યા 9.9 કરોડ છે. ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે બેંકે તેમની પાસેથી 9.9 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

Author : Gujaratenews