સૌરાષ્ટ્રના 2 હજારથી વધુ ગામડાંઓમાં હજુ પણ અંધારાં, 2601 ફીડર બંધ, 70 હજાર વીજ થાંભલાઓ જમીનદોસ્ત
20-May-2021
સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાએ સર્જેલી તારાજીમાં સૌથી વધુ નુકસાન વીજતંત્રને થયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ ગ્રામ્યમાં વીજલાઈનો, વીજપોલ, ટ્રાન્સફોર્મર, ફીડર બંધ પડી જતા સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં બે દિવસથી અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. વીજકંપનીએ જાહેર કરેલા રિપોર્ટમાં બુધવારે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં હજુ 2116 ગામડાંઓમાં વીજળી નથી, 70 હજાર જેટલા વીજપોલ ધરાશાયી થઇ ગયા છે અને 2601 ફીડર બંધ પડી ગયા છે. જોકે વાવાઝોડું ગયા બાદ પીજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી શહેરો અને ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા કમર કસી છે. ખાસ કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં વીજળી શરૂ કરાઈ છે.
એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ.બી. રાખોલિયાએ જણાવ્યું કે, ગોંડલ, ધોરાજી, જેતપુર, જસદણ અને રાજકોટ ગ્રામ્ય પંથકમાં 896 ફીડર પૈકી 459 ફીડર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ પંથકના 613 ગામમાં અને 4 શહેરમાં વીજપુરવઠો ખોરવાયો હતો, જે પૈકી ચારેય શહેર ઉપરાંત 556 ગામમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરાયો છે. જે ગામો બાકી છે ત્યાં પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.
અહીં વીજપોલ પડ્યા
- વીજપોલ પડ્યા 70,000
- અમરેલી 66,000
- ભાવનગર 1100
- સુરેન્દ્રનગર 732
- બોટાદ 340
આ ગામમાં અંધારાં
- અમરેલી 781
- ભાવનગર 654
- સુરેન્દ્રનગર 251
- બોટાદ 179
- અન્ય 251
ગડુ પંથકમાં વાવાઝોડાને લીધે કેળા અને નાળિયેરીનો પાક સંપુર્ણ ફેઈલ
તાઉ“તે વાવાઝોડાએ સમગ્ર સોરઠ પંથકના અમુક વિસ્તારોમાં તબાહિ સર્જી છે. ત્યારે ગડું પંથકના તમામ ગામોમાં તેની અસર જોવા મળી છે. જેમં ખાસ કરીને ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં તૈયાર થયેલો 90 ટકા પાક ફેઈલ થતા માત્ર 10 ટકા જેટલો પાક બચ્યો છે. જેમાં ખાસ કરીને બગાયતી પાકો સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે. જેમાં કેરી, કેળાના પાકમાં તેમજ નાળિયેરીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની જોવા મળી છે. સોથોસથા ઉનાળુ પાકમાં તલ,મગ,અડદ,ચોળી જેવા પાકો નિષ્ફળ પામ્યા છે. તોફાની પવનના કારણે વીજ થાંભલા જમીન દોસ્ત થતાં ગડુ તથા આસપાસના ગ્રામન્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ જવા પામ્યો હતો. વિજ વિભાગની ટીમ દ્વારા તાત્કાલીક
ધોરણે કામગીરી શરૂ કરાતા વિજ પુરવઠો પૂર્વવત કરાયો હતો.
વાવાઝોડાએ માળિયા હાટીના પંથકમાં આંબાના વૃક્ષોને કરી નાંખ્યા ખેદાન મેદાન
વાવાઝોડાથી માળિયા તાલુકાનાં તમામ ગામડાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું. જેમાં આંબાના બગીચા મોટાપાયે સાફ થઈ ગયેલા જોવા મળ્યા હતા. જેમાં ખેતરોમાં ચારેકોર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જ્યારે કેરીના ઢગલા આંબાના વૃક્ષ નીચે જોવા મળ્યા હતા. જેમાં નાળિયેરી, કેળા અને ચીકું સહિતના અનેક નાના મોટા વૃક્ષો પડી ગયેલા જોવા મળ્યા હતા. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જોવા મળ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024