ઉધના-મગદલ્લા રોડ સર્વોદય પેટ્રોલ પંપ પર પેટ્રોલ સાથે પાણીની ફ્રી બોટલ મુદ્દે સ્ટાફ સાથે નશામાં ચૂર બે મિત્રોની મારામારીઃ ૧નું મોત

03-Jul-2021

સુરત: રૂદરપુરા ખારવા વાડ ઘર નં. ૨/ ૨૦૦૭માં રહેતા રવિન્દ્ર ગણેશ સાંગડીયા (ઉ.વ. ૩૪) ગુરુવારે રાત્રે તેના મિત્ર નિખીલ જશવંત પ્રજાપતિ (રહે. ચોગાન શેરી, સગરામપુરા) સાથે દારૂના ચિક્કાર નશામાં ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ સ્થિત સર્વોદય પેટ્રોલ પંપ ઉપર યુનિકોન બાઇકમાં પેટ્રોલ ભરાવવા ગયા હતા. ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ સ્થિત સર્વોદય પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ નશામાં ચૂર બાઇક સવાર આ બંને મિત્રોએ પાણીની ફ્રી બોટલની માંગણી કરી ઝઘડો કરતા પેટ્રોલ પંપના કર્મચારીઓએ બે પૈકી એકને માર માર્યો હતો. જો કે ખટોદરા પોલીસે બંનેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ એકનું મોત થતા ખળભળાટ મચી ગયો છે.

Author : Gujaratenews