ઉપરવાસમાંથી 22,772 ક્યુસેક પાણીની આવક થવાથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.37 મીટરે પહોંચી
25-Jul-2021
NARMADA : ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) માં નવા નીર આવ્યાં છે. ઉપરવાસ માંથી 22772 ક્યુસેક પાણીની આવક થવાથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.37 મીટરે પહોચી છે. જો કે ગતવર્ષ કરતા ચાલું વર્ષે ડેમની સપાટી 5 મિટર ઓછી છે. ડેમમાં હાલ 4256.68 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
Author : Gujaratenews




14-Dec-2025