-:- ગ્રામ્યથી લઈ મેટ્રો સિટીની યુવતીઓએ યુવા તેજસ્વીનીમાં કરાવ્યું રજિસ્ટ્રેશન
-:- ૧૫મી ઓગસ્ટે સરદાર ધામ ખાતે આ નારીશકિત ધ્વજવંદન કરવા પહોંચશે
મોડાસા: શૈક્ષણિક, શારીરિક-માનસિક, આર્થિક, પારિવારિક અને સામાજિક રીતે યુવતીઓને સક્ષમ બનાવવા ૧,૦૯,૦૦૦ પાટીદાર યુવતીઓની પાર્લામેન્ટ બની છે. દેશમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મહિલાઓને જોડીને એક વિશાળ પ્લેટફોર્મ પર યુવા તેજસ્વીની નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. ગ્રામ્યથી લઈ મેટ્રો સિટીની યુવતીઓએ યુવા તેજસ્વીનીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર ધામ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે અલગ અલગ પહેલ કરવામાં આવે છે. સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાની દીર્ઘષ્ટિ અને તેમના વિચારને બે વર્ષના સખ્ત પરિશ્રમ બાદ પાંખ મળી છે. સરદાર ધામમાં યુવા તેજસ્વીનીના શિર્ષક હેઠળ આજના સમયમાં યુવતીઓને શૈક્ષણિકથી લઈ આર્થિક રીતે કેવી રીતે પગભર કરી શકાય જેથી દરેક સંજોગોમાં અડિખમ રહી સંઘર્ષ કરીને સફળતા મેળવી શકે તેવા લયબિંદુ સાથે મજબૂત સંગઠન બનાવાયું છે. કન્વીનર શર્મિલાબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાંચ ઝોનમાં જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સરદાર ધામ યુવા તેજસ્વીની પાંખ વિસ્તરાઈ છે. રાજકોટ સહિત રાયના અલગ-અલગ શહેરોમાં હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અલગ-અલગ કલા પ્રતિભાઓ દ્રારા તેમને પગભર કરવામાં આવશે. કોઈ પણ સ્થળે અન્યાય સહન ન કરે અને મહિલા સશકિતકરણના ઉદ્દેશને સાકાર કરે તે મુજબ ટીમ કામ કરી રહી છે. યુવા તેજસ્વીની ટીમ દ્વારા મહિલાઓના સહારે કે વ્હારે નહીં પણ તેને મજબૂત બનાવવા કામ કરી રહી છે. ખાસ કરીને શૈક્ષણિક અભ્યાસ અટકે નહીં તે માટે ઘણા એવા કેસ હતા કે જેમાં ફેલ થયા પછી આગળનો અભ્યાસ કરી શકે તેમ ન હતી તેવી યુવતીઓની નિ:શુલ્ક ધોરણે રહેવા અને જમવાની સુવિધા સાથે શિક્ષણનો યોત પાથરી રહી છે તો તાજેતરમાં કોરોનાના સમયમાં ઘણા પરિવારોમાં મોભીઓ જતા રહ્યા ત્યારે આ યુવતીઓની ટીમ હંફ આપી રહી છે. તેમનું જ ઉદાહરણ આપતા કહ્યું કે, મારા મમ્મી અને ભાઈ બન્ને કોરોનામાં ગુજરી ગયા ત્યારે મારી માનસિક હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. આ સમયે આ યુવતીઓ મારી સાથે રહીને પરિવારની જેમ મારું જતન કર્યું અને મને ફરી એક વખત સક્ષમ બનાવી. યુવકો માટે પણ આ પ્રકારનું પાર્લામેન્ટ ચાલી રહ્યું છે ત્યારે ગગજીભાઈને એવો વિચાર આવ્યો હતો કે, વૂમન એમ્પાવરમેન્ટ માટે પણ જો આ રીતે સંગઠન બને તો આવનાર ભવિષ્યમાં યુવતીઓ તેજસ્વીની તરીકે ખીલે. કોરોના સમયમાં ઓનલાઈન સભ્યો બનાવાયા હતા જેમાં ૧,૦૯,૦૦૦ બહેનો જોડાઈ છે.
રાજ્યભરમાંથી યુવતીઓ સરદાર ધામમાં એકસાથે ધ્વજવંદન કરશે
બે વર્ષથી ચાલતું સંગઠન હવે બની ગયું છે ત્યારે ધીમે ધીમે અલગ-અલગ ઝોનમાં નારી શકિતના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ થઈ રહ્યા છે. આગામી ૧૫મી ઓગસ્ટે સરદાર ધામ ખાતે આ નારીશકિત ધ્વજવંદન કરવા પહોંચશે જેના માટે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી એક-એક બસ ભરીને પાટીદાર યુવતીઓ અને મહિલાઓ ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન કરશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024