ભાવનગરના સરંભડા ગામની કાયાપલટ કરશે ગામના યુવાનો

07-May-2021

દર્શન ગલાણીનો અહેવાલ,

સરંભડા: ભાવનગરના સરંભડા ગામની કાયાપલટ કરશે સરંભડા ગામના જ યુવાનો. નાનકડા ખોબા જેવા ગામમાં હાલ કોઇ જ પ્રકારની સુવિધા મળતી નથી. તેને કારણે ગામનો વિકાસ રૂધાઇ રહ્યો છે. પરંતુ ગામના જ યુવાનોને તેની સામે અભિયાન શરૂ કરી વર્ષમાં અમુક સમય ગામમાં રહેવાનું નક્કી કર્યું છે. વર્ષોથી ગામથી સુરત ગયેલા યુવાનોએ નિર્ણય લીધો છે. કોઇને મકાન બાંધવું હોય અથવા કોઇને રસ્તા સારા બનાવવા તેમજ ગામના સિમાડેથી લઈને સડક સુધી ગામની કાયાપલટ કરવા યુવા વર્ગ આગળ આવ્યો છે. 

હાલ વતનમાં ગયેલા અલ્પેશ મુંજાણીએ માતા-પિતાને ગામમાં રહેવાની ઇચ્છા હોવાથી લોકડાઉનના સમયનો લાભ લઈ વતનમાં જ પોતાની જગ્યામાં ઘર બાંધવાનું શરૂ કર્યું છે. તેમજ અમુક સમય ત્યા જ રહીને ગામનો ઉપયોગી બનવાનું નક્કી કર્યું છે. ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, રસ્તા, સફાઈ અને આરોગ્ય કેન્દ્ર પર ધ્યાન દઈને ભાવનગર કલેક્ટરાલય તંત્ર સુધી રજૂઆતના તાર લંબાવ્યા છે. આગામી દિવસોમાં સરપંચ-તલાટીની મદદ લઈને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો સુધી લડતને લઈ જવા વિચારણા કરી છે.

ગામના વતની અને સુરત સ્થાયી થયેલા ભાજપના કાર્યકર પિયુષ ગલાણીએ પણ જિલ્લા પંચાયતના સભ્યને ગામમાં સુવિધા પુરી પાડવા ભલામણ કરતો પત્ર લખ્યો છે. જેથી ગામના યુવાનોને પણ આગામી દિવસોમાં સુવિધાઓ મળવાની આશા જાગી છે.

હાલ ગામમાં ચબૂતરો યુવાનોની એકમાત્ર ઓળખ રહી ગયો છે ત્યારે ગામમાં પીવાના તથા સિંચાઈના પાણીની સુવિધા સહિત સરંભડા ગામની પ્રાથમિક સુવિધાઓ માટે કેન્દ્રના મંત્રી સુધી રજૂઆત પહોંચાડી ગામની કાયાપલટ કરવા સુધીના આયોજન નક્કી કરાયા છે.

ઉપરાંત ગામની મદદ કરવા જી ન્યૂઝ એન્ડ નેટવર્કે પણ પખવાડિયામાં એક વાર ગામની રજૂઆતો કયા પહોંચી અને લડતમાં ભાગીદાર થવા તૈયારી બતાવતા યુવાવર્ગને જોડવાની પહેલ કરી છે. 

 

Author : Gujaratenews