સાપુતારા અને ડાંગ બાજુ પર્યટકો એ દોટ મૂકી, સાપુતારામાં ઝરમર વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી

24-Jun-2021

નાના ઝરણા અને ધોધ સક્રિય થવા લાગતા શહેરથી સાપુતારા અને ડાંગ બાજુ પર્યટકો એ દોટ મૂકી છે. સાપુતારામાં ઝરમર વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું.

ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામા સવારથી જ મેઘ મહેર થઈ છે. સવારના ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં આહવા તાલુકામા ૨૮ મી.મી. વઘઇ તાલુકામા 73 એમ.એમ અને સુબિર તાલુકામાં 84 એમ.એમ વરસાદ નોંધાયો છે.

 

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ડાંગના ધરતીપુત્રો ખેતી કામે જોતરાઈ ગયા છે. તો બીજી તરફ નદીઓમાં નવા નીર આવતા નાના ઝરણા અને ધોધ સક્રિય થવા લાગતા શહેરથી સાપુતારા અને ડાંગ બાજુ પર્યટકો એ દોટ મૂકી છે. સાપુતારામાં ઝરમર વરસાદ થી કુદરતી સૌંદર્ય સોળે કળા એ ખીલી ઊઠ્યું છે.ગુજરાતમાં ચોમાસુ બેસી ગયા બાદ દક્ષિણ ગુજરાતમાં હજુ સુધી વરસાદે ખાસ દેખા નોહતી દીધી પરંતુ સવારથીજ વરસાદે દક્ષિણ ગુજરાતમાં મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. સુરત શહેર અને જિલ્લામાંતો મોડી રાત્રીથી વરસાદ શરૂ થયો હતો.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં પણ મેઘસવારી ચાલી. બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ ધીમી સવારી કરી. ડાંગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો, પરંતુ વઘઇમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો અંકલેશ્વર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી.

 

.

Author : Gujaratenews