સંયુક્ત કિસાન મોરચા (SKM) એ રવિવારે જાહેરાત કરી હતી કે લગભગ 200 ખેડૂતોનું જૂથ ચોમાસું સત્ર (Monsoon Session) દરમિયાન દરરોજ સંસદની સામે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો (Agricultural laws) વિરોધ કરશે. સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ ખેડૂત આંદોલનના નેતાઓએ આગામી દિવસોમાં પોતાના આંદોલનને વધુ તીવ્ર બનાવવાના અનેક નિર્ણયોની જાહેરાત કરી હતી.
SKM એ નિર્ણય લીધો છે કે તે ચોમાસું સત્રમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે 17 જુલાઇએ દેશના તમામ વિરોધી પક્ષોને ચેતવણી પત્ર મોકલશે. પત્રકાર પરિષદમાં ખેડૂત નેતા ગુરનામ સિંહ ચારુણીએ કહ્યું, વિપક્ષના સાંસદો દરરોજ આ મુદ્દો ગૃહની અંદર ઉઠાવે અને અમે કાયદાના વિરોધમાં બહાર બેસીશું. તેમણે કહ્યું કે અમે વિરોધ પક્ષને કેન્દ્રને વોક આઉટ કરવાનો લાભ ન આપવા માટે કહીશું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024