SURAT: સ્વ. હેતલ હેલ્થકેર ફાઉન્ડેશન પ્રેરિત નિદાન જેટલું વહેલું બચવું તેટલું સહેલું અંતર્ગત સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો
26-Aug-2021
SURAT: સ્વ. હેતલબેન પંકજભાઈ સિદ્ધપરાની પ્રથમ પુણ્યતિથિએ સ્વ. હેતલ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર પટેલ ભવન, મિનિબજાર ખાતે થયેલ હતું. નિદાન જેટલું વહેલું બચવું તેટલું સહેલું જાગૃતિ અંતર્ગત ગુજરાતનાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. નિકુંજ વિઠલાણી દ્વારા મહિલાઓને કેન્સર વિશે વિશેષ માર્ગદર્શન અપાયું હતું અને ડો. પ્રિયંકા પટેલ, ડો. અમીબેન યાજ્ઞિક, ડો. ઉર્મિકા ધોળીયા સાથે સુરતનાં નામાંકિત ડોક્ટરો ઉપસ્થિત રહી તબીબી સેવા આપી હતી. સાથે આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો, રાજકીય મહાનુભાવો, સેવાકીય અને સામાજીક અગ્રણીઓ 70થી વધુ સામાજીક સંસ્થાઓ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો, બહેનોને રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે એવી 5 થી વધુ પ્રોડક્ટનું લોન્ચિંગ કરાયું. જેમાં રક્ષાસૂત્ર હેઠળ સેનીટરી પેડ, પેન્ટીલાઈનર, હર્બલ હેર રિમુવલ, મેન્સટ્રુઅલર એનર્જી ડ્રિન્ક, ટીસ્યુ પેપર પ્રોડક્ટનું આ કાર્યક્રમમાં શ્રીમતી જયશ્રીબેન ભાલાળા, ગં.સ્વ. નિલાબેન સિદ્ધપરા, સોનલબેન બાબરીયા, પ્રતિભાબેન સંઘાણી, તક્ષશિલા ખોખરીયા હસ્તે અને મહેમાનોની વિશેષ ઉપસ્થિતમાં લોન્ચિંગ કરાયું હતું, મુનિસેવા આશ્રમની ટીમ સહભાગી બની તેમજ સુરત શહેરનાં નામાંકિત ડોક્ટરો દ્વારા સર્વરોગ ફ્રી કેમ્પમાં 457 થી વધુ મહિલાઓનું નિદાન કરવામાં આવ્યું સાથે આ કેમ્પમાં ભાગ લેનાર મહિલાઓને હેલ્થઅમ રેડીયોલોજીસ્ટ સેન્ટર દ્વારા 50% રાહતદરે રિપોર્ટિંગ તેમજ કેન્સર સ્ક્રીનિંગ રિપોર્ટ રાહતદરે કરી આપવામાં આવશે. એક મહિલાની પ્રથમ પુણ્યતિથિ એ ઉમદા કાર્ય કરીને એક ઉત્તમ પ્રકારની પ્રેરણા સમાજને પુરી પાડી છે ત્યારે પતિ તરીકે પંકજભાઈ અને સિદ્ધપરા પરિવારે આ કાર્ય થી સમાજ અને શહેરને એક નવી દિશા પુરી પાડી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024