આ યુવતી બાળકને જમ્ન આપ્યાના 4 કલાકમાં જ મોતને ભેટી
28 વર્ષની કોરોના પોઝિટિવ રુચિ પંચાલને શ્વાસની તકલીફ હોવાથી સિઝેરિયન કરાયુ હતું. બાળકના જન્મ બાદ માતા મૃત્યુ પામી હતી. પ્રસૂતા પોતાના બાળકનું મોઢું જોયા વગર જ મોતને ભેટતા હોસ્પિટલ સ્ટાફની આંખો ભીંજાઈ ગઈ હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી ફેફસાંમાં તકલીફ હોવાથી તબીબો તેને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં અનેક લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે સુરત જિલ્લામાં માંગરોળની કોરોના પોઝિટિવ સગર્ભા અધૂરા માસે બાળકને જન્મ આપી 4 કલાક બાદ મૃત્યુ પામી હતી. 28 વર્ષની કોરોના પોઝિટિવ રુચિ પંચાલને શ્વાસની તકલીફ હોવાથી સિઝેરિયન કરાયુ હતું. બાળકના જન્મ બાદ માતા મૃત્યુ પામી હતી.પ્રસૂતા પોતાના બાળકનું મોઢું જોયા વગર જ મોતને ભેટતા હોસ્પિટલ સ્ટાફની આંખો ભીંજાઈ ગઈ હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી ફેફસાંમાં તકલીફ હોવાથી તબીબો તેને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.
માંગરોળની પ્રસૂતાને શ્વાસ લેવામાં તકલીફ થતા ગત તારીખ 6 મેના રોજ સાંજે 4 વાગ્યે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રુચિ પંચાલ (28)ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને લીધે અમે ગાયનેક બોર્ડમાં એડમિટ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. સતત સારવાર શરૂ જ હતી. દરમિયાન 11મીએ ગર્ભમાં 8 મહિનાનું બાળક અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને લીધે અમે સ્થિત પારખીને ગર્ભવતી મહિલા અને બાળકને બચાવવા સિઝેરિયન પ્રસુતિ કરાવવાનું નક્કી કર્યું. સિઝેરિયન હોવાને લીધે અમે એનેસ્થેસિયાનો ઉપયોગ કરી પ્રસુતિ કરાવી જોકે માતા બચી ન શકી પણ બાળક દુનિયામાં અવતરી ગયું. પરંતુ માતા બેભાન હાલતમાં જ મરણ પામી પણ અમારી સામે નવજાત બાળક હતું. જેની જિંદગી બચાવવા અમે તમામ સારવાર ઉપલબ્ધ કરાવી છે. બાળક અધૂરા માસે અવતરી જતા શ્વાસ લેવાની સમસ્યા એને પણ હતી. જન્મતાની સાથે બાળક રડતું ન હોવાને લીધે અમે બાળકના ફેફસાંની સારવાર શરૂ કરી. સામાન્ય રીતે પુરા માસે જન્મેલું બાળક જન્મતા સાથે જ રડતું હોય છે પણ આ બાળકના કેસમાં એવું ન થતા અમે એના શ્વાસ શરૂ રહે એ માટે વેન્ટિલેટર પર મૂકી સારવાર શરૂ કરી. નળી વડે દુધ પણ પીવડાવ્યું. માતા કોવિડ પોઝિટિવ હોવાને લીધે બાળકને કોઈ નુકસાન નથી થયું પણ બાળક અધૂરા માસે હોવાથી ક્રિટિકલ સ્થિતિમાં છે. અમે બાળકને બચાવવા પુરા પ્રયાસ કરી રહ્યા છીએ. દુનિયા જોતા પહેલા જ માતા ગુમાવનાર બાળકને બચાવવા અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા માટે પણ આ અત્યંત લાગણીશીલ કેસ છે. મેં નક્કી કર્યું છે કે મારી તાકાત લગાડી આ બાળકને બચાવીશ. મેં અનેક કેસ જોયા છે પણ મારી આંખોમાં આ બાળકની સ્થિતિ જોઈ આંસુ આવી ગયા હતા. -તબીબ સુજીત ચૌધરી
20-Aug-2024