જી ન્યૂઝ અને ડો. ગલાણી's RQC હેર ટ્રાન્સપ્લાન્ટ ઉજવી રહ્યું છે ફોર્ટનાઇટ વેક્સિન જાગૃતિ અભિયાન

07-May-2021

સુરત: સુરતમાં જી ન્યૂઝ અને ડો.વિવેક ગલાણી RQC હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લીનીક એકસાથે ઉજવી રહ્યું છે ફોર્ટનાઇટ વેક્સિન જાગૃતિ અભિયાન. જેમાં એક્સપર્ટ તબીબની ટીમ કોરોના વેક્સિન અંગે પુરતી માહીતી આપશે. ઉપરાંત વેક્સિનના ફાયદાઓ પણ રોજે રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરશે. 

હોસ્પિટલના સંચાલક સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. વિવેક ગલાણી જણાવી રહ્યા છે કે, રસી મુકાવવાથી શરીરમાં કોરોના વાઇરસ સામેની ઇમ્યુનિટી (રોગપ્રતિકાર શક્તિ) વધી જાય છે. જ્યારે તમને કોરોના વાઇરસનું સંક્રમણ થાય છે ત્યારે તમારુ શરીર ગંભીર વાઇરસની સામે લડત આપવા માટે તૈયાર થઈ ગયેલું હોય છે. વેક્સિન લીધા પછી હોસ્પિટલમાં દાખલ થવાનો ક્રિટિકલ પિરિયડ ઘટી જાય છે. રસી લીધા પછી કોરોનાનું સંક્રમણ લાગે તો પણ એન્ટીબોડી એટલા પ્રમાણમાં બની ગયા હોય છે કે તમે ગંભીર સ્થિતિ આવે તે પહેલા બહાર આવી જાવ છો.

Author : Gujaratenews