દેશભરમાં આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી છેતરપિંડી કરી ૨૨૪૫ વીજ બીલ ભરી ૩ કરોડથી વધુની છેતરપિંડી કરનારી જામતારા ગેંગ ઝડપાઇ

03-Jun-2021

ભારતભરમાં RBL BANK ના ક્રેડીટ ક્રાર્ડમાંથી છેતરપિંડીથી ભારતના અલગ અલગ રાજ્યોના ૨૨૪૫ જેટલા વીજ બીલ પેમેન્ટ કરી લોકો સાથે ફ્રોડ કરનાર ઝારખંડના જામતારા ખાતેના ઇસમને તથા સ્થાનિક ઇસમોને પકડી પાડી અનેક ગુન્હાઓ ઉકેલવામાં સુરત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા કતારગામ પોલીસની સંયુકત ટીમની મદદથી આ ટોળકી ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુજરાતના, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, અને મહારાષ્ટ્ર ના અનેક કેસ ઉકેલવામાં સફળ થઈ છે.

પોલીસે આરોપીઓ પાસેથી ૬ મોબાઈલ અને રોકડ રૂપિયા ૮ લાખથી વધુની રકમ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. ભારતભરમા વીજબીલ ભરતા સેન્ટરોમાંથી ગ્રાહકોના અલગ અલગ કંપનીના વીજબીલ મેળવી આ વીજબીલોને ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સને મોકલી આપતા ત્યારબાદ ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સ ભારતભરના RBL બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ફોન કરી બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી તેમને લોભામણી લલચામણી વાતો કરી તેમની પાસેથી ઓટી.પી. મેળવી લઈ PAYTM, B I L L D E S K, BILLS2PAY જેવી એપ્લીકેશનના માધ્યમથી ઉપરોક્ત વીજબીલો ભરી લોકો સાથે છેતરપિંડી કરે છે.

 

કૌભાંડમાં સામેલ આરોપીઓ

મનિષ દેવરાજભાઇ ભુવા ઉ.વ. ૩૪ ધંધો- બિલ કલેક્શન રહેવાસી- ઘર નં ૮૮-૮૯, સાંતીનગર, વિભાગ ૧, નારાયણ નગર સામે, કતારગામ સુરત શહેર મુળ ગાર્મે- મેધા પીપળીયા, તા-કુકાવાવ, જી-અમરેલી તથા મિલન હરશુખભાઇ ચોવટીયા ઉ.વ. ૨૨ ધંધો બેકાર રહેવાસી- ઘર નં-૯૪, હરીહરી સોસયટી, વિભાગ-૨, કતારગામ સુરત શહેર મુળ ગામેં- જસાપર, તા. જામ કંડોળા, જી રાજકોટ ઝડપાયા છે.આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલ રહે,ગામ-પંદનીયા તા.અહીલીયાપુર જીગિરડીહ(ઝારખંડ) અટક કરાયેલી છે. વિરભદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા ઉ.વ.૨૯ રહેવાસી- બી/૧૧, ફ્લેટ નં ૧૨૮, જુનીપોલીસ લાઇન નવાપરા, ભાવનગર, મો.ન ચુડા જી સુરેંદ્રનગર અને મેહુલ જવેરભાઇ કાકડીયા ઉ.વ. ૨૮ ધંધો- ઓનલાઇન સેલીંગ રહેવાસી- ધર નં ૪૦૧, જ્ઞાન -વાહ એપાર્ટમેન્ટ, હરિદર્શનનો ખાડો સિંગણપુર કતારગામ, સુરત શહેર મુળ ગામેં સાંગાવદર, તા- બોટાદ, જી બોટાદ તથા યશ ભરતભાઇ ભુપતાણી ઉ.વ. ૨૪ ધંધો- બેકાર રહેવાસી- ઘર નં-એમ/૧૦૪, સ્ટાર પેલેસ, ક્રીષ્ના રેસીડેન્સી નજીક, અમરોલી સુરત શહેર મુળ ગામેં- સાવરકુંડલા, તા- સાવરકુંડલા, જી અમરેલીનો આરોપી તરીકે સમાવેશ થાય છે.

Author : Gujaratenews