RBI : વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો શું કહ્યું RBI ગવર્નરે

06-Aug-2021

ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે તેના દ્વિ-માસિક નાણાકીય નીતિ નિર્ણયની જાહેરાત કરી છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં બુધવારથી શરૂ થયેલી નાણાં નીતિ સમિતિ(RBI Monetary Policy) ની ત્રણ દિવસીય બેઠકમાં નિર્ણયમાં વ્યાજદરમાં કોઈ બદલાવ કરાયો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસએ બેઠકના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે રેપોરેટ 4% અને રિવર્સ રેપોરેટ 3.35% યથાવત રખાયો છે. અગાઉથીજ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં થવના સંકેત હતા. ઉલ્લેખનીય કે નાણાંકીય નીતિ સમિતિ(MPC) દર બે મહિને નીતિના વ્યાજદર નક્કી કરવા માટે બેઠક કરે છે.

 

Author : Gujaratenews