ભારતીય રિઝર્વ બેક કેન્દ્ર સરકારને પોતાની સરપ્લસ રકમમાંથી 99,122 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં શુક્રવારે આ નિર્ણયને મંજૂરી આપી છે.આ રકમ જૂલાઈ 2020થી 31 માર્ચ 2021 સુઝી નવ મહિના માટે આપી છે. બોર્ડે એવુ નક્કી કર્યુ છે કે, રિઝર્વ બેંક ઈમરજન્સીનુ જોખમ બફર 5.50 ટકા સુધી જાળવી રાખશે.
બોર્ડની બેઠકમાં નિર્ણય
રિઝર્વ બેંકના બોર્ડની 589મી બેઠકમાં 21 મે એટલે કે શુક્રવારના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં આ પ્રકારના નિર્ણયની વિગતો આપી હતી. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ એપ્રિલથી બદલીને માર્ચ કરી નાખ્યુ છે. પહેલા તે જૂન હતુ. એટલા માટે બોર્ડે જૂલાઈથી માર્ચ 2021ના નવ મહિનામાં સંક્રમણના સમય દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના કામકાજ પર ચર્ચા કરી હતી. બોર્ડે આ સંક્રમણ દરમિયાન રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અને અકાઉન્ટને મંજૂરી આપી હતી. બોર્ડે કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવાની મંજૂરી આપી દીધી છે.
વર્ષ 2019માં આપ્યા હતા 1.76 લાખ કરોડ
અહીં ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રિઝર્વ બેંકે વર્ષ 2019માં મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા હતા. ત્યારે રિઝર્વ બેંકના આ નિર્ણયનો વિપક્ષે ખૂબ વિરોધ કર્યો હતો. વિમલ જાલાન સમિતિની ભલામણને અનુરૂપ આ રકમ ટ્રાંસફર કરવામાં આવી હતી.
રિઝર્વ બેંકને ભારત સરકારનો ખજાનાના મેનેજર માનવામાં આવે છે. રિઝર્વ બેંક પોતાના સરપ્લસ રકમ દર વર્ષે સરકારને લાભાંશ આપે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1934માં થઈ હતી અને તેનુ સંચાલન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1934 દ્વારા કરવામાં આવે છે. આ એક્ટરના ચેપ્ટર 4 સેક્સનના 47માં કહેવાયુ છે કે, રિઝર્વ બેંક દ્વારા કોઈ પણ નફામાં જે સરપ્લસ ફંડ વધશે તે કેન્દ્ર સરકારને આપવાનું રહેશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025