રત્નકલાકારો વિફર્યા: વરાછા હીરા બજારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સના એક એકમાં ૪૦૦થી વધુ કારીગરો દ્વારા પગાર મુદ્દે હોબાળો

03-Jul-2021

 

Surat : સુરતના વરાછામાં પગાર વધારા મુદ્દે રત્ન કલાકારોની માગણી તેજ બની છે. શેઠિયાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પગાર વધારો કરાયો ન હોવાની ફરિયાદો ઉઠી છે જેના પગલે રત્ન કલાકારો મેદાનમાં આવી ગયા છે.

વરાછાના મહાવીર કોમ્પ્લેક્સમાં આવેલા હીરાના એકમના ૫૦૦થી વધુ કારીગરો પગાર વધારાની માંગને લઈને વિફર્યા હતા. ૭ વર્ષથી પગારમાં વધારો નહીં કરાયો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

કોરોનાના પછી વિદેશી માર્કેટો ખૂલતાં સૌથી વધુ ખરીદી ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની થઈ રહી હોવાનું પણ સ્થાનિક ઉદ્યોગ આગેવાનોના મત છે. સ્થિતિ એવી પણ છે કે જૂના ઓર્ડર માટે તૈયાર કરવામાં આવેલો સ્ટોક પણ સારી ડિમાન્ડ નીકળતાં ક્લિયર થયો છે. આ વચ્ચે શુક્રવારે વરાછા હીરા બજારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સના એક એકમાં ૪૦૦થી વધુ કારીગરો દ્વારા પગાર મુદ્દે હોબાળો કરવામાં આવ્યો હતો. કારીગરોએ મત વ્યક્ત કર્યો હતો કે, છેલ્લાં ૭ વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. હાલ મોંઘવારી વધી છે. દૂધ, પેટ્રોલ, ગેસના બોટલના દર વધ્યા છે. તેની સામે મોધવારી ભથ્થુ મળવું જોઈએ. કોરોનામાં કાપેલા પગારનો મુદ્દો પણ અનિર્ણિતઃ યુનિયન આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક જણાવે છે કે, ઘણા એકમો

 

દ્વારા કોરોનામાં કાપી લેવાયેલો રત્નકલાકારોનો પગાર કરી વધારી નથી આપવામાં આવ્યો એવામાં શુક્રવારે મીરા જેમ્સના કારીગરો દ્વારા પગાર વધારા મુદ્દે હોબાળો કરાતા અમે મધ્યસ્થીના પ્રયત્નો કર્યા છે. આવતીકાલે લેબર કમિશનરને પણ પગાર વધારા મુદ્દે ફરીથી રજૂઆત કરીશું. આ અંગે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુ વેકરિયા જણાવે છે કે, એકલ-દોકલ એકમમાં રત્નકલાકારોને તકલીફ હોય શકે પરંતુ મોટાભાગના એકમોમાં કારીગરોની સ્થિતિ એકંદરે સારી છે. તેમને સાચવવા માટે પણ ઘણા સંચાલકો પ્રયત્ન કરે છે.

Author : Gujaratenews