'મૈને પ્યાર કિયા...'ફેમ સંગીતકાર રામલક્ષ્મણનુ નાગપુરમાં નિધન

22-May-2021

નાગપુર: સુપર ડુપર હિટ ફિલ્મ મૈને પ્યાર કિયા...ના સંગીતકાર રામ લક્ષ્મણનુ નિધન થયુ છે.આ યાદગાર ફિલ્મનુ સંગીત પણ એટલુ જ લોકપ્રિય થયુ હતુ.આજે પણ તેના ગીતો  લોકો સાંભળે છે.

તેમણે નાગપુરમાં 79 વર્ષની વયે આખરી શ્વાસ લીધા હતા. તેમણે મૈને પ્યાર કિયા ઉપરાંત હમ આપ કે હૈ કોન ...અને હમ સાથ સાથ હૈ...જેવી ફિલ્મોમાં પણ સંગીત આપ્યુ હતુ અને તેના ગીતો પણ સંગીતપ્રેમીઓની જીભે ચઢ્યા હતા.સલમાનખાન અને ભાગ્યશ્રીની મુવી મૈને પ્યાર કિયાના સંગીતકારનું નિધન થયા બાદ બોલીવૂડમાં શોકનો માહોલ છે.

રામલક્ષ્મણનુ મૂળ નામ તો વિજય પાટિલ હતુ. તેમણે પોતાના સાથી સુરેન્દ્ર સાથે ઈન્ડસ્ટ્રીમાં કામ શરુ કર્યુ હતુ. જોકે સુરેન્દ્રનુ બહુ પહેલા અવસાન થયુ હતુ. જેના પગલે આ જોડી તુટી ગઈ હતી. જોકે વિજય પાટિલે એ પછી પોતાનુ નામ બદલીને રામ લક્ષ્મણ કરી દીધુ હતુ. આ જ નામથી તેઓ બોલીવૂડમાં જાણીતા બન્યા હતા. તેમણે ક્યારેય પોતાના મિત્રનુ નામ પોતાની આગળથી હટાવ્યુ નહોતુ.

તેમણે મરાઠી અને ભોજપુરી ફિલ્મો માટે પણ સંગીત આપ્યુ હતુ. જાણીતા ફિલ્મ મેકર સૂરજ બરજાત્યા માટે તેઓ સંગીતકાર તરીકે હંમેશા પહેલી પસંદ રહ્યા હતા. 1988માં મૈને પ્યાર કિયા..ફિલ્મના ગીતાઓ અભૂતપૂર્વ ક્રેઝ ઉભો કર્યો હતો. ત્યાર પછી બરજાત્યાની બીજી બે સુપરહિટ ફિલ્મો હમ આપ કે હૈ કોન અને હમ સાથ સાથ હૈ...માં પણ તેમનુ સંગીત હતુ.

Author : Gujaratenews