ફાઇલ તસવીરઃ રાકેશ પંડિત
ત્રાલ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ આતંકવાદીઓએ આજે બીજેપીના વધુ એક નેતાની હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ ભાજપના નેતા રાકેશ પંડિતને પુલવામામાં તેમના ઘરની બહાર ગોળી મારી દીધી હતી. ગોળી વાગેલી ગંભીર હાલતમાં રાકેશ પંડિતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રાકેશ પંડિત પુલવામા જિલ્લાના ત્રાલના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા. તે કાશ્મીરી પંડિત હતા. અહેવાલો અનુસાર આ હુમલામાં એક મહિલાને પણ પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘવાઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અધિકારીઓએ કહ્યું કે શંકાસ્પદ આતંકવાદીઓએ ત્રાલમાં ભાજપના એક નેતા પર ગોળી મારી હતી, અને ઉમેર્યું હતું કે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની ઓળખ રાકેશ પંડિત તરીકે થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પંડિતને તેના મિત્ર મુસ્તાક અહમદના ઘરે ગોળી વાગી હતી, અને ગોળીબાર દરમિયાન ઘરના માલિકની પુત્રી, આસિફા મુસ્તાકને પણ ઈજાઓ થઈ હતી અને તેને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ત્રાલ ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
જે એન્ડ કે પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે આતંકવાદીઓએ ત્રાલમાં કાઉન્સિલર રાકેશ પંડિતની ગોળી મારી હતી. તેમને બે વ્યક્તિગત સુરક્ષા અધિકારી આપવામાં આવ્યા હતા, પરંતુ છતાં, રાકેશ પંડિત સલામતી વિના ત્રાલ ગયા હતા.
જે એન્ડ કે આઇજી વિજય કુમારે કહ્યું કે ત્રાલ મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશ પંડિત સોમનાથને આજે સાંજે ત્રણ અજાણ્યા આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આ ઘોર ગુના બદલ આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024