સુરત શહેર ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયુ છે. શિક્ષણ સમિતિનાં ઉમેદવાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મૂકાય તેવો વીડિયો સામે આવ્યો છે. નવી નગર શિક્ષણ સમિતિના ઉમેદવાર એવા રાકેશ ભિકડીયાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સામે આવ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, નેતાજી વિદેશી બનાવટની દારૂની બોટલ અને ભરેલો ગ્લાસ તથા સિગારેટની કશ સાથે જલસો કરી રહ્યા છે. જો કે રાકેશ ભીખડીયાએ આ વીડિયોને વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું છે. મહત્વનું છે કે, મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં, રાકેશ ભિકડીયાએ 11માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
Author : Gujaratenews



15-Jan-2026