પાસોદરાના કાર્યકર રાજુ બોદર્યાનો પોલીસને સલામ કરતો વીડિયો વાઇરલ

08-May-2021

સુરત: નકલી રેમડેસિવિર તથા રેમડેસિવિરના બ્લેકમાં વહેંચવાના ઉપરાછાપરી બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પાસોદરાના અખિલ ભારતીય પંચાયત પરિષદના સર્વેસર્વા રાજુભાઈ બોદર્યાએ સરકારને ચેલેન્જ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં પાણી અને ગ્લુકોઝ ભરેલા રેમડેસિવિરના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું દુ:ખ વ્યક્ત કરીને સરકારને ફરી એકવાર ઘેરી છે. ઉપરાંત ક્રાઇમબ્રાંચ અને લોકલ પોલીસ તેમજ મોરબી પોલીસને સેલ્યુટ કરી અભિનંદન પાઠવ્યા છે. સરકારની આલોચના કરીને તેઓએ આવા નરાધમો સામે મનુષ્યવધની કલમો વધુને વધુ દાખલ કરવા જણાવ્યું છે.

Author : Gujaratenews