રાજ કુંદ્રા કેસ/ પોર્ન ફિલ્મો અપલોડ થતી તે એપના 20 લાખ સબસ્ક્રાઈબર, દોઢ વર્ષમાં 100થી વધુ ગંદી ફિલ્મો બનાવી કરોડોનો કર્યો કારોબાર

24-Jul-2021

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવવા મામલે મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે. આ સમગ્ર પોર્ન રેકેટને લઈને ગુરૂવારે અનેક ચોંકાવનારી જાણકારીઓ સામે આવી હતી. જાણવા મળ્યા મુજબ 1.5 વર્ષમાં રાજ કુંદ્રાએ 100થી વધારે પોર્ન મૂવીઝ બનાવી હતી અને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

ડીલિટ ડેટા રિકવર કરાશે

ક્રાઈમ બ્રાંચે અંધેરી વેસ્ટ ખાતે આવેલી રાજ કુંદ્રાની વિયાન ઓફિસ ખાતે દરોડો પાડ્યો હતો અને એજન્સીને ત્યાંથી ઘણો બધો ડેટા મળ્યો છે. એવું કહી શકાય કે આ ડેટા ટૈરાબાઈટમાં છે. એટલું જ નહીં, ઘણો બધો ડેટા તો ડિલીટ પણ કરવામાં આવેલો છે જેને ક્રાઈમ બ્રાંચ ફોરેન્સિક એક્સપર્ટની મદદથી રિકવર કરવામાં આવી રહ્યો છે.

ઓગષ્ટ 2019થી બનાવી રહ્યા હતા અશ્લીલ ફિલ્મો

પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા ઓગષ્ટ 2019થી અશ્લીલ ફિલ્મોના વેપારમાં લાગેલા હતા અને ત્યારથી અત્યાર સુધીમાં આશરે 100થી વધુ પોર્ન ફિલ્મો બનાવી હતી. ક્રાઈમ બ્રાંચના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આ ફિલ્મો દ્વારા કુંદ્રાએ કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મો અપલોડ થતી તે એપના 20 લાખ સબસ્ક્રાઈબર

જાણવા મળ્યા મુજબ જે એપ પર આ અશ્લીલ ફિલ્મો અપલોડ કરવામાં આવે છે તેના 20 લાખ જેટલા સબસ્ક્રાઈબર હતા અને આ કારણે જ કુંદ્રાને કરોડો રૂપિયાની કમાણી થતી હતી. ક્રાઈમ બ્રાંચના કહેવા પ્રમાણે કુંદ્રાએ વેબસાઈટના બદલે એપ એટલા માટે બનાવી હતી કે તેનો ઉપયોગ કરવો વધુ સરળ છે. તે સિવાય વેબસાઈટને બંધ પણ કરી શકાય પરંતુ એપ સાથે આવું નથી બનતું. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, કેટલીક મોડેલ્સ અને અભિનેત્રીઓ છે જે આ પ્રકારની ફિલ્મોમાં જ કામ કરે છે અને કુંદ્રાએ તેમનો ઉપયોગ કર્યો છે.તપાસમાં સહયોગ નથી આપી રહ્યો કુંદ્રા

આવા આરોપો લાગ્યા હોવા છતાં કુંદ્રા તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. તે પોતાના પર લાગેલા આરોપો નકારી રહ્યો છે અને મોટા ભાગના સવાલોનો જવાબ જ નથી આપતો. કુંદ્રાએ પોલીસને જણાવ્યું કે, તેણે કદી કોઈ પોર્ન મૂવી નથી બનાવી. જોકે ક્રાઈમ બ્રાંચના કહેવા પ્રમાણે તેમના પાસે રાજ કુંદ્રા વિરૂદ્ધ પૂરતા પુરાવા છે.

Author : Gujaratenews