રાજકોટના જાણીતા સિનિયર વકીલ અતુલ સંઘવી ફેસબુક ઉપર ‘લાઇવ’ હાલતમાં જ મોતને ભેટ્યા

09-Jul-2021

રાજકોટ,:રાજકોટના જાણીતા વકીલ અતુલભાઈ સંઘવીનું હાર્ટએટેકથી નિધન થયું છે. નિત્યક્રમ મુજબ રાત્રે તેઓ FB લાઇવ પર ગીત સંગીત સાંભળવામાં મગ્ન હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. FB લાઇવ દરમિયાન તેમને પ્રાણધાતક હાર્ટ એટેક આવતા તેમનુ મોત લાઈવ થયું હતું અને અસંખ્ય લોકોએ જોયું હતું. કોરોના મહામારી અતુલભાઈ સંઘવીએ ઉમદા કામગીરી બજાવી હતી. તેમણે ઓક્સિજન સહિતની સેવા આપી હતી. વકીલ અતુલ સંઘવીના મૃત્યુથી પરિવાર અને મિત્રો અને સંગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.કોરોનાની મહામારી અતુલભાઈ સંધવીએ ઓક્સિજન સહીતની સેવા રાત દિવસ બોલબાલા ટ્રસ્ટમાં બજાવી હતી. અતુલભાઇ સંઘવીના લાઈવનો વિડીયો થયો વાયરલ થયો છે. અતુલભાઇ સંઘવી એક જાણીતા વકીલની સાથે સાથે સામાજીક આગેવાન પણ હતા. અતુલભાઇ સઘવીનું નિધન થતાં સામાજિક ક્ષેત્રના લોકોમાં દુખનું મોજુ ફરી વળ્યું છે.

Author : Gujaratenews