ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસનાં યુવા નેતા રાજીવ સાતવનું નિધન, કોરોનાએ લીધો વધુ એક નેતાનો ભોગ

16-May-2021

ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress)ના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું (Rajiv Satav) દુખદ નિધન થયું છે. પહેલા તેઓ કોરોનાથી (Corona) સંક્રમિત થયા હતા અને બાદમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પુણેની જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર (corona treatment) ચાલી રહી હતી. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને રાજીવ સાતવના અવસાનની જાણકારી આપી હતી. તેઓ છેલ્લા ઘણાં સમયથી ગુજરાત કૉંગ્રેસનાં પ્રભારી હતા. તેમણે ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે ઘણું કામ કર્યું છે.

આ દુખદ સમાચારને કારણે ગુજરાત કૉંગ્રેસની સાથે અન્ય પક્ષોમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. તેઓ મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં યુવા નેતા હતા. તેઓ માત્ર 46 વર્ષનાં જ હતા. તેમના અવસાનથી ગુજરાત કૉંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળી ગયું હતું અને છેલ્લે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.

Author : Gujaratenews