24 કલાકમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની સંભાવના

28-Jun-2021

પ્રતિકાત્મક તસવીર.

રાજ્યમાં વરસાદને (Rain) લઇને હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની પડી શકે છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ વરસાદી માહોલ જોવા મળશે. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભાર વરસાદની (Heavy Rain) સંભાવના નહીવત છે.હવામાન વિભાગનું (Meteorological Department) અનુમાન છે કે, રાજ્યમાં હળવો વરસાદી (Rain) માહોલ રહેશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજા તરફ અમદાવાદમાં (Ahmedabad) સામાન્ય વરસાદી ઝાપટા પડશે અને આગામી 5 દિવસ ભારે વરસાદની (Heavy Rain) શક્યતા નહીવત છે. આ ઉપરાંત દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસદની સંભાવના નહીવત વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં ગઈકાલ મોડી રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. આખો દિવસ વાતાવરણ સ્વચ્છ રહ્યા બાદ રાત્રે વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે દિવસભર ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણણાં ઠંડક પ્રસરી ગઈ છે.

Author : Gujaratenews