જુનાગઢમાં વરસાદ : મગફળી, કપાસને પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

25-Jul-2021

JUNAGADH : જુનાગઢ શહેર અને જિલ્લામાં આજે 25 જુલાઈના રોજ સવારથી જ મેઘરાજાની પધરામણી (Rain in Junagadh) થઇ છે. જુનાગઢ શહેરના ભવનાથ, મોતીબાગ, કાળવાચોક, મધુરમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો અને વરસાદના પાણી રોફ પર ફરી વળ્યા. તો શહેરની સાથે જુનાગઢ જિલ્લામાં પણ વરસાદ (Rain in Junagadh) વરસ્યો છે. વંથલી (Vanthali) તાલુકાના લુશાળા, ખોરાસા, ખુભડીમાં વરસાદ પડતા ખેતરોમાં વાવતેરને જીવનદાન મળ્યું છે. મગફળી, કપાસને પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. આ સાથે જ માંગરોળ (Mangrol) અને દરિયાકાંઠામાં વાહેલી સવારથી જ વરસાદ (Rain in Junagadh) પડવાનું શરુ થયું છે. તો સાસણગીરમાં પણ વરસાદ પડતા ઠંકડ છવાઈ છે.

Author : Gujaratenews