સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, જામનગરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ, વાવાઝોડાથી વૃક્ષો પડયા

18-Jul-2021

જામનગર: જામનગર શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને એક એકાએક ભારે પવન સાથે વરસાદ વરસતા માત્ર એક કલાકમાં જામનગર શહેરમાં અઢી ઇંચ વરસાદ સતાવાર રીતે નોંધાયો છે, તો લાલપુર જામજોધપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે લાલપુરની ઢાંઢર નદીમાં પણ પુર આવ્યું છે,

રાજકોટ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મુકામ કર્યો હોય તેમ સતત ૯ દિવસથી અવિરત મેઘ કૃપા યથાવત રહી છે આજે હાલારને ધમરોળ્યુ હતું . જામનગરમાં મીની વાવાઝોડા સાથે ઝંઝાવાતી વરસાદે વિનાશ વેર્યો હતો. જામજોધપુરમાં પણ મુશળધાર ૩ ઈંચ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું તેમજ ધ્રોલમાં બપોર પછી મેઘરાજાએ સટાસટી બોલાવી હતી કલાકમાં ૧૫ ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. લાલપુર કાલાવડમાં પણ ૧૫ ઈંચ વરસાદ પડયો હતો.જયારે જોડીયામાં માત્ર ૫ મીમી સુધી વરસાદ પડયો હતો. જામનગર શહેર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદને કારણે શહેરના ૩૫થી વધુ તેમજ લાલપુર, કાલાવડ, જામજોધપુરના ૭૦ તેમજ ગ્રામ્ય વિસ્તારના ૭૩ મળીને ૧૪૩ ફીડરો ઠપ્પ થયા હતા. શહેર તાલુકામાંના મોટાભાગના વિસ્તારોમાં વિજપુરવઠો ખોરવાઈ જતાં ફરિયાદોનો ઢગલો થયો હતો.સોરઠ ઉપર આજે પણ મેધકૃપા વરસી હતી કેશોદમાં મેઘરાજાની ધમાકેદર એન્ટ્રી થઈ હતી બે કલાકમાં મુશળધાર ૩ ઈંચ વરસાદ પડતા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા આ ઉપરાંત માંગરોળમાં ૧ાા, માળીયામાં ૧, વંથલીમાં ગા, મેંદરડામાં ના, વિસાવદર-ભેંસાણમાં ઝાંપટા પડયા હતા.માણાવદરમાં પણ ધોધમાર રાા ઈંચ વરસાદ પડતા શહેરમાં નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા હતા. તાલુકામાં સણોસરા સરદારગઢમાં ૨.૫ ઈંચ તથા ગ્રામ્ય વિસ્તારનાં રોણકી, સણોસરા, દગડ, બુરી, જિલાણા, જાંબુડામાં ૫ થી ૬ ઈંચ વરસાદ પડેલ છે. ભારે વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ હતી માણાવદર રસાલા ડેમમાં પાણીની આવક થઈ હતી.

મોરબી જિલ્લામાં આજે મેઘરાજા મહેમાન બન્યા હતા. વાંકાનેરમાં મુશળધાર બે ઈંચ પાણી પડી જતા શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા જયારે માળીયા મીયાણા અને ટંકારામાં પણ પોણો ઈંચ વરસાદ પડયો હતો મોરબી શહેરમાં માત્ર બે મીમીનું ઝાંપટું પડયું હતું.

દ્વારકા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા ખંભાળીયામાં સવારથી ધીમીધારે વરસાદના રેળા પડતા દિવસભરમાં ૧ાા ઈંચ વરસાદ પડયો છે ભાણવડમાં પણ બપોરથી વરસાદ શરૂ થતા ૧ ઈંચ વરસાદ પડતા વતાવરણમાં ઠંડક પસરી ગઈ છે તેમજ દ્વારકા શહેરમાં પણ સવારથી બપોર સુધીમાં ૧ ઈંચ વરસાદ પડયો હતો અને કલ્યાણપુરમાં પણ ૮ મીમી સુધી વરસાદ પડયો હતો.

Author : Gujaratenews