ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, ડાંગ, નર્મદા, વડોદરા, તાપી, સૌરાષ્ટ્ર- કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
કચ્છમાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે કચ્છના ભુજ, સુખપર, માનકૂવા, નખત્રાણા, મંજલ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના ઉનાળુ પાક અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને હવે પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.
Author : Gujaratenews
11-Apr-2025