રાજયમાં જામ્યો વરસાદી માહોલ, હજુ 5 દિવસ વરસાદ પડશે : હવામાન વિભાગ,13 અને 14 જુલાઈએ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે
12-Jul-2021
Ahmedabad : ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. જ્યારે 13 અને 14 જુલાઈએ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત તરફ અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બનતા વરસાદ પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વરસાદ ખેડૂતો માટે સારો રહેશે.
Author : Gujaratenews
20-Aug-2024