રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેશે, ભારેથી અતિભારે વારસદની આગાહી, નર્મદા ટોલ પ્લાઝા પાસે ભારે વરસાદ

26-Jul-2021

નર્મદા ટોલ પ્લાઝા પાસેની વરસાદની તસવીર.

GUJARAT : નર્મદા ટોલ પ્લાઝા પાસે સવારે 9:00 કલાકથી ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં ગાઈકલે 25 જુલાઈએ સાર્વત્રિક વરસાદ પડ્યા બાદ આજે 26 જુલાઈએ પણ મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 25 જુલાઈએ 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, 13 તાલુકામાં ચારથી સાત ઈંચ, 26 તાલુકામાં 2થી 3 ઈંચ અને 110 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અને હજી આગામી 24 કલાકમાં આવો જ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.

Author : Gujaratenews