પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વધેલા અસહય બફારા બાદ બુધવારે સાંજે વરસાદ(Rain) પડ્યો હતો. જો કે વરસાદ પડતાં લોકોએ બફારાથી રાહત મેળવી હતી. અમદાવાદ શહેરમાં વરસાદ અનેક વિસ્તારોમાં ધમધોકાર તો કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પદરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની રાહ જોઇ રહેલા શહેરીજનો માટે વરસાદ પડતાં આગામી દિવસોમાં વધુ વરસાદ(Rain) પડશે તેની આશા બંધાઈ છે.અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં ભારે પનવ અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં રાત્રીના 9 કલાક આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ ગાંધીનગરના દેહગામ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ગુજરાતમાં (Gujarat) ચોમાસાનું (Monsoon) આગમન થઇ ચુક્યું છે. દિન પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત પરિવર્તનના પગલે દક્ષિણ પશ્ચિમના પવનો અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 16 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની (Rain) આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગરમાં (Gandhinagar) વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડતાં અસહ્ય ઉકળાટમાંથી ગાંધીનગરને રાહત મળી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024