કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે સુરતમાં, માનહાનિ કેસમાં વિશેષ નિવેદન માટે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપશે

24-Jun-2021

સુરત : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ મોદી અટકવાળા વિરૂદ્ધ ટિપ્પણીઓ કરતા શહેરના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત માનહાનિનો કેસ રાહુલ ગાંધી સામે કરવામાં આવ્યો હતો. આ ટિપ્પણીમાં રાહુલ ગાંધીએ લોકસભામાં જણાવ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે ? સુરત કોર્ટે તેમને ફરધર સ્ટેટમેન્ટ માટે સમન્સ પાઠવી હાજર રહેવાનો આદેશ આપતા ગુરૂવારના રોજ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સુરતમાં આવશે. જોકે, આજે સાંજે ૫ કલાકે પત્રકાર પરિષદમાં તેઓ આપશે કે નહીં તે અંગેનો ખુલાસો કરવામાં આવશે એવું શહેર કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું.આ કેસની ટૂંકી વિગતો એવી છે કે, લોકસભામાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભી ચોરોકા ઉપનામ મોદી ક્યો હૈ ? એવી ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ શહેરના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો. જેમાં સુરત કોર્ટે ફરધર સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધીને ગુરૂવારના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો. જોકે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને સીએલપી લીડર પરેશ ધાનાણી આજે સાંજે સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધશે. જેમાં રાહુલ ગાંધી આવશે કે નહીં તે નક્કી થશે.

રાહુલ ગાંધીના બચાવ પક્ષના એડવોકેટ કિરીટ પાનવાળાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ફરધર સ્ટેટમેન્ટ વકીલ પણ આપી શકે પરંતુ કોર્ટે એમ જણાવ્યું હતું કે કેસ મારી પાસે છે. તેમને ફરધર સ્ટેટમેન્ટ માટે હાજર કરો. એટલે મારે તેમને હાજર કરવા પડશે. એવું પણ એડવોકેટ કિરીટ પાનવાળાએ જણાવ્યું હતું.

Author : Gujaratenews