મહારાષ્ટ્રના પુણે શહેરની એક સેનિટાઇઝર કંપનીમાં આગને પગલે 18 જણના મોત થયા છે. મૃતકમાં 15 મહિલા છે. સેનિટાઇઝર જવલનશીલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ફાયરબ્રિગેડ કલાકોની જહેમત પછી આગ પર કાબુ મેળવી લઈ તમામને બહાર કાઢ્યા હતા. કંપનીમાં પુરતી સુરક્ષાની વ્યવસ્થા ન હોવાનો આરોપ કંપની સામે કરાયો છે. પોલીસે કંપની માલિકની પુછપરછ શરૂ કરી છે.
મહારાષ્ટ્રના પુણે શહેરના એક કેમિકલ પ્લાન્ટમાં ભયંકર આગની ઘટના સામે આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. પુણેના ઘોટાવડે ફાટામાં એક કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. અગ્નિશામક વિભાગ પ્રમાણે ડ્યૂટી પર તૈનાત 37 કર્માચારીઓમાંથી 20ને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં અનેક લોકોના માર્યા જવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024