સુરતના પુણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો,પોલીસનો કાફલો ઘટના સ્થળે

31-Jul-2021

સુરતના પુણા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ કરાતા ભક્તોએ હોબાળો મચાવ્યો છે.હરિભક્તોએ આક્ષેપ કર્યો છે કે,નવા સંતો હરિભક્તોને સત્સંગ કીર્તન માટે મનાઈ કરી રહ્યા છે. નવા સંતો મંદિર પર કબજો જમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

મંદિરના સંતો અને હરિભક્તોમાં મનભેદ

મંદિરને રાકેશપ્રસાદ મહારાજના ટ્રસ્ટમાં સમાવાતા મામલો બીચક્યો

સુરતના પૂના વિસ્તારના સ્વામિનારાયણ મંદિરના આચાર્યને લઈ વિવાદ સામે આવ્યો છે. વડતાલ પછી ગઢડા અને હવે સુરતના પૂના વિસ્તારનું સ્વામિનારાયણ મંદિર વિવાદનું ઘર બન્યું છે. મુખ્ય વડતાલ મંદિરમાં બે પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. જેમાં આચાર્ય અને દેવપક્ષનો સામ સામે આવી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સુરતના પૂના મંદિરના કેટલાક સંતો વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ તરફ જતા અન્ય ટ્રસ્ટી અને હરિભક્તો નારાજ થયા હતા. સુરત પૂનાના આ મંદિરના મોટાભાગના હરિભક્તો અજેન્દ્રપ્રસાદને માને છે. પરંતુ સમય બદલાતા કેટલાક હરિભક્તો અને સંતોએ આચાર્ય રાકેશપ્રસાદ તરફ માર્ગ વાળી લેતા વિવાદ સર્જાયો છે. 

Author : Gujaratenews