તસવીર : સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળા
સુરત : વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત પરિવારોને રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તેવા હેતુથી સુરત-સૌરાષ્ટ્રના સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળા સેવા કરવા વધુ એક વખત લોકોની વ્હારે આવ્યા છે. કેટલાય એવા પરિવારો કે જેમના વાવાઝોડાના કારણે મકાન પડી ગયા હોય, રહેવાનું અને જમવાનું પણ ઠેકાણું રહ્યું ન હોય અને ઘરબાર વગરના થઇ ગયા હોય તેવા લોકોની મદદ કરવા સુરતના પુણાગામના સામાજિક કાર્યકરે અનોખી પહેલ કરી છે.
સૌરાષ્ટ્રીયન પરિવારો કે જેઓ વાવાઝોડાની અસરને કારણે પોતે અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયા છે અને તેઓને બે ટંક ખાવાના પણ ફાંફાં પડી રહ્યા હોય તેવા લોકોની મદદ કરવા સુરતના સામાજિક કાર્યકર ફરી એકવાર સેવા કરવા મદદે આવી પહોંચ્યા છે. ગમે તેટલા પરિવારો હોય આશ્રયસ્થાન આપવા માટે તેમણે પહેલ કરી છે. કોઇ પણનું ગરીબનું ઘર તુટી ગયું હોય કે તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યું હોય અને પરિવાર અટવાઈ રહ્યો હોય તેવા લોકોને સંપર્ક કરવા જણાવાયું છે. વેલંજા, સિમાડી ઉપરાંત પુણા ગામ વિસ્તારમાં શ્રમિક, ગરીબોને રહેવાનું મળી શકે છે. આ જગ્યાઓ પર આશરે 500 લોકોની રહેવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે. આ માટે સંપર્ક કરવા હેલ્પલાઈન નંબર 92892-91891 જાહેર કર્યો છે.
લોકોના જીવ બચાવવા એ આપણી પહેલી ફરજ
લોકોના જીવ બચાવવા એ આપણી પહેલી ફરજ છે. વાવાઝોડાની અસર કાયમ રહેવાની નથી. આ દિવસો પણ જતા રહેવાના છે પરંતુ સેવા કરી હશે તો લોકોમાં કાયમ તેની નોંધ લેવાતી હોય છે. હાલ સંકટના માહોલમાં લોકોને મુશ્કેલીમાં તો ન રહેવા દેવા જોઇએ. તેમાંથી ગમે તેમ કરીને બહાર લાવવા જોઇએ. જેને લઈને ગરીબો માટે હાલ 500 લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડ્યે લોકો વધે તો રહેવાની પુરતી વ્યવસ્થા થાય તેની અમે તકેદારી લઈશું.
-પ્રવિણ ભાલાળા, સામાજિક કાર્યકર
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024