પોરબંદરના જ્યૂબેલી પુલ નજીક NDRFના જવાનોને લઈ જઈ રહેલી બસમાં લાગી આગ

17-May-2021

પોરબંદર: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના પગલે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. ત્યારે પોરબદર (Porbandar)ના જ્યૂબેલી પુલ નજીક NDRFના જવાનોને લઈ જઈ રહેલી બસમાં આગ લાગી હતી. જો કે, બસમાં સવાર તમામ જવાનનો બચાવ થયો હતો.

વાવાઝોડાના ખતરાના પગલે રાજ્યમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. 17 તારીખે તૌકતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી રહી છે.

 

Author : Gujaratenews