સુરતના મહીધરપુરાના સિનિયર પોલીસ કર્મચારીએ મહિલા મિત્ર સાથે બનાવ્યો વીડિયો, પોલીસકર્મીએ ગાડીમાં ફિલ્મી ગીતો પર બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

02-Jul-2021

Surat News : સુરત પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મીનો પોલીસ વર્દીમાં તેની મહિલા મિત્ર સાથે બનાવેલો વીડિયો વાઇરલ થયો છે. આ પોલીસકર્મીએ ગાડીમાં ફિલ્મી ગીતો પર બનાવેલા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેને લઈને વિવાદ સર્જાયો છે.

સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનના એક સિનિયર પોલીસ કર્મચારી દ્વારા મહિલા મિત્ર સાથે એક નહીં પણ લગભગ 40 જેટલા વીડિયો બનાવવામાં આવ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. મોડી રાત્રે મહિલા મિત્ર સાથે ગાડીમાં ફિલ્મી ગીતો પર મોજ મસ્તી સાથેના વીડિયો બનાવનાર આ સિનિયર પોલીસ કર્મચારી અગાઉ પણ અનેક વિવાદમાં રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મહિલા મિત્રની સંગતમાં ભાન ભુલેલા આ પોલીસ કર્મચારીએ ખાખી વર્દીમાં પણ આ પ્રકારના વીડિયો બનાવ્યા હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ એક મહિલા હોમ ગાર્ડનો વર્દી સાથેનો વીડિયો વાઇરલ થયા બાદ તપાસના આદેશ અપાયા હતા અને ત્યારબાદ મહિલા હોમ ગાર્ડને સસેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે પોલીસ વર્દીમાં રહી વીડિયો બનાવનાર આ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાશે તે જોવુ રહ્યું.

 

read more: www.gujaratenews.com/police-video

Author : Gujaratenews