SSC પાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ બનવાની તક...

02-Aug-2021

બીએ, બીકોમ, બીએસસી, બીએમએસ, બીએમએમ, બીબીઆઈ, બીસીએ કે બીટેક કરવાથી તરત સારા પગારની નોકરી મળતી નથી. હાલ 10 થી 12 લાખ રૂપિયા ખચીને એન્જિનિયર બન્યા પછી 15 થી 20,000ની નોકરી પણ મહામુસીબતે મળે છે. આવી પરિસ્થિતિમાં એસએસસી પાસ કરીને ઉચ્ચ અભ્યાસ કર્યા વગર 25 થી 35,000 હજારનો પગાર મળે તો તેવી નોકરી લઇ લેવામાં કશું ખોટું નથી. જો એક વખત નોકરી મળી જાય પછી આગળ ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવો હોય તો ચાલુ રાખીને ડિગ્રી પૂરી કરી શકાય છે. આજે બધાંને ખુબ સુખ સગવડ અને સમૃદ્ધિ જોઈએ છે, તે માટે પૈસાની જરૂર પડે છે. તે મેળવવા માટે સૌથી ઉતમ, યોગ્ય અને લાયક રસ્તો છે, સારી અને સફળ કારકિર્દીનું ઘડતર. સારી કારકિર્દી બનાવવા માટે હાલ ઉચ્ચ શિક્ષણની જરૂર પડે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવું હાલ ખુબ જ મોંઘુ થઇ ગયું છે. એટલે જેઓને આગળ ભણીને ઉચ્ચ શિક્ષણ મેળવીને પ્રોફેશનલ બનવું હોય તેઓ માટે કઠીન બની જાય છે. તેથી ઘરની આર્થિક વ્યવસ્થા જાળવી રાખવા માટે નાની મોટી ખાનગી કંપનીઓમાં ઓછાવત્તા પગારે નોકરી કરવી પડે છે. જેમાં પગારનું ધોરણ ઘણું ઓછું હોય છે અને કામનું ભારણ ખુબ જ વધારે હોય છે. તેથી નોકરી કરતા કરતા પણ જો આગળ ભણવાની ઈચ્છા હોય તો તે પૂરી થઇ શકતી નથી. એટલે જેઓને ઉચ્ચ અભ્યાસની અને સારા પગારની નોકરી મેળવીને આગળ વધવાની ઈચ્છા હોય તેઓ માટે સૌથી ઉતમ અને સરળ રસ્તો એ છે કે ભણવાની સાથે સાથે સરકારી નોકરી કરવી.

 

ખાનગી કંપનીઓમાં એસએસસીનાં આધારે ભાગ્યે જ સારી નોકરી મળે અને મળે તો પણ તેમાં પગાર સાવ નજીવો હોય છે. મોટા ભાગના મા બાપ તથા તેમનાં સંતાનો એવું માને છે કે સરકારી નોકરીઓ જલ્દીથી મળતી નથી અથવા ખુબ જ ઓછી પોસ્ટ હોવાથી સારી રેંક હોવા છતાં પણ મેરીટમાં આવી શકાતું નથી એટલે નોકરી મળતી નથી પરંતુ આવું નથી. કેન્દ્ર સરકાર દ્વારા પોતાનાં વિવિધ મંત્રાલયોમાં હજારોની સંખ્યામાં કાયમી નોકરી માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે, તે પણ એસએસસી પાસ વિદ્યાર્થીઓ માટે. હાલ વિવિધ વિભાગોમાં મળીને 25 હજાર જેટલી પોસ્ટની ભરતી થશે. કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત પેરામિલેટરીમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરીટી ફોર્સ (સીઆઈએસએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ (આઈટીબીપીએફ), સશસ્ત્ર સીમા બળ તથા આસામ રાઈફલ માટે 

Author : Gujaratenews