PNB સ્કેમર મેહુલ ચોક્સી સુધી પહોંચવા તમામ પુરાવા લઈને પ્રાઈવેટ જેટમાં CBI-EDની ટીમ ડોમિનિકા પહોંચી

02-Jun-2021

મુંબઈથી CBI અને EDના અધિકારીઓને શુક્રવારે દિલ્હી બોલાવાયા હતા. ત્યારબાદ ડોમિનિકા માટે ખાનગી જેટમાં સવાર થઇને ટીમ ડોમિનિકા પહોંચી.

PNB કૌભાંડ(Scam)ના આરોપ મેહુલ ચોક્સી (Mehul Choksi)ને ભારત લાવવા માટે 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી ગઈ છે. ઇડી, સીબીઆઇ સહિત 2 CRPFના કમાન્ડો આ ટીમમાં સામેલ છે. મેહુલ ચોક્સી સાથે જોડાયેલા તમામ પુરાવા લઇને ટીમ ડોમિનિકા ગઇ છે.

ટીમ ડોમિનિકા પહોંચ્યા બાદ એન્ટીગના PMએ એ વાતની પુષ્ટી કરી કે ભારતીય અધિકારી પ્રાઇવેટ જેટથી ડોમિનિકા પહોંચ્યા છે. ભારતીય ટીમનો પ્રયાસ છે કે ડોમિનિકાથી જલદી મેહુલ ચોક્સીને પ્રત્યાર્પણ કરી દેશમાં લઇ આવવામાં આવે.

મહત્વનું છે કે કેરેબિયન કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર રોક લગાવી હતી, જો કે આ પહેલા એન્ટીગા અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને ડોમિનિકાના અધિકારીઓને કહ્યું હતું કે તેઓ મેહુલ ચોક્સીને ભારતને સોંપી દે. કેમ કે એન્ટીગામાં મેહુલ પાસે વધારે અધિકાર છે.

Author : Gujaratenews