અમેરિકાના કેલિફોર્નિયાનું ફોલસમ તળાવ (Folsom Lake) આના કારણે ખુબ સુકાઈ ગયું છે. આ તળાવ એટલું સુકાઈ ગયું કે 56 વર્ષ પહેલા ગાયબ થયેલા વિમાનનો કાટમાળ તેમાંથી મળી આવ્યો. જી હા હવે નિષ્ણાતોને નવી આશા મળી છે. દુષ્કાળના કારણે પ્લેન ગાયબ થયાનું રહસ્ય હવે હલ થઈ શકે છે.
ગયા અઠવાડિયે, અંડરવોટર સર્વે કંપની અહીં તેમના ઉપકરણોનું પરીક્ષણ કરી રહી હતી. આ દરમિયાન તેમને વિમાનનો કાટમાળ મળ્યો. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ સમાચાર મુજબ તપાસ બાદ જાણવા મળ્યું કે ત્યાના કર્મચારીઓને મળી આવેલી શંકાસ્પદ વસ્તુઓ ખરેખર વિમાનનો ભાગ છે. જે તળાવના સૌથી ઊંડા ભાગમાં હતો.અમને અહીં પ્લેનની જમણી પાંખ પણ જોવા મળી છે. વિમાનનો પાછળનો ભાગ દેખાયો છે.’ તળાવના તળિયે ડૂબી ગયેલા વિમાનની તપાસ કરી રહેલા તકનીકી નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે આ ભાગો ગુમ થયેલા વિમાન જેવા જ છે. પરંતુ જે તસવીરો મળી છે તેમાં વિમાનનો નંબર કે કેબીનની અંદરની માહિતી મળી નથી.
વર્ષ 1965માં બન્યો હતો બનાવ :
આ દાયકાઓ જૂની ઘટનાને શોધી કાઢવામાં આવી છે કારણ કે ફોલસમ તળાવનું પાણી ઐતિહાસિક સ્તરે નીચે ગયું છે. આ તળાવ જે સામાન્ય રીતે સીએરા નેવાડાથી વહે છે, તેમાં બરફનું પાણી ખૂબ ઓછું છે. આ પહેલા પણ વિમાનને શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024