ડાયાકોર ગ્રુપ દ્વારા એક અસામાન્ય 32.32 કેરેટ પિંક રફ ડાયમંડ ખરીદાયો

09-Feb-2022

રાજ કીકાણી(મુંબઈ), 

ડાયાકોર ગ્રુપ જે દુર્લભ રંગીન હીરાની ડિઝાઇન અને કારીગરીના નિષ્ણાંત છે, અને વિશ્વભરના ગ્રાહકોને રફ અને પોલિશ્ડ હીરા પૂરા પાડે છે તેમના દ્વારા આ અદભૂત રત્નને તેમના પોર્ટફોલિયોમાં ઉમેરવામાં આવ્યો છે.આ હીરાની કિંમત 13.8 મિલિયન ડોલર છે.આ પિંક રફ ડાયમંડની ઉત્પત્તિ તાંઝાનિયાની વિલિયમસન ખાણમાંથી થઈ છે.

ડાયાકોરના ચેરમેન નીર લિવનાટે જણાવે છે કે, આ દુર્લભ ગુલાબી હીરાની ભવ્ય છુપાયેલી સુંદરતાને અનલોક કરવા માટે કંપનીની અત્યંત અનુભવી ટીમ દ્વારા તેનું વિશ્લેષણ, ડિઝાઇન અને કટીંગ કરવામાં આવશે.એક અદભૂત રત્ન પર ટીમ સાથે કામ કરવા માટે આતુર છીએ.

ડાયાકોર ગૃપે 203.04 કેરેટનો ડીબિયર્સ મિલેનિયમ સ્ટાર અને 59.60 કેરેટનો ભવ્ય પિંક સ્ટાર સહિત દુનિયાના કેટલાક પ્રખ્યાત હીરા બનાવ્યા છે.તેમની પાસે ઘણા દુર્લભ, અસાધારણ હીરા છે તેમજ અનોખા હાઈ-એન્ડ જ્વેલરી બનાવવા માટે તેનું નેતૃત્વ સ્થાપિત કર્યું છે.

Author : Gujaratenews