નવી દિલ્હી । કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઇંધણના ભાવમાં થઇ રહેલા ભાવવધારાને કોંગ્રેસ શાસન સાથે સાંકળતાં અર્થશાસ્ત્રીઓને ટાંકતાં જણાવ્યું હતું કે,‘ ભૂતપુર્વ કોંગ્રેસ સરકાર જેની પુનઃ ચુકવણી બાકી હોય તેવા કરોડોના મૂલ્યના તેલ બોન્ડનો વારસો મુકીને ગઇ હતી. વર્તમાન ભાજપ સરકારને તેથી તે પેટે વ્યાજ અને મુદ્દલ રકમ ચૂકવવી પડી છે. પેટ્રોલના ભાવ વધારા માટે આ પણ એક મોટું કારણ છે.' ધર્મેન્દ્ર પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઊછળ્યા છે.
થોડા દિવસ પહેલાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાને જણાવ્યું હતું કે લોકોની કલ્યાણ યોજના માટે ખર્ચવા સરકાર નાણાની બચત કરી રહી હતી તેથી ભાવો નીચા લાવી શકાયા નહોતા. તેમણે કહ્યું હતું કે, હું તે વાતનો સ્વીકાર કરૂં છું તે ઇંધણના વર્તમાન ભાવો લોકો માટે સમસ્યારૂપ છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો એક વર્ષમાં વેક્સિન પાછળ રૂપિયા ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી ચુકી છે. તેવા સંજોગોમાં લોકો માટેની કલ્યાણ યોજના માટે અમે નાણાની બચત કરી રહ્યા છીએ.'
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024