સરકારી તેલ કંપનીઓએ આજે આમ આદમીને રાહત આપી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવ ઉપર આજે બ્રેક લાગી છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.
સરકારી તેલ કંપનીઓએ આજે આમ આદમીને રાહત આપી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવ ઉપર આજે બ્રેક લાગી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડી રાહત મળી છે જેના કારણે આજે બળતણના દરમાં વધારો થયો નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દોધ મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. આ સિવાય દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટના ભાવ 0.68 ટકા વધીને 75.12 ડોલર પ્રતિ બેરલ રહ્યા છે જ્યારે WTI ક્રૂડની કિંમત 0.69 ટકા વધીને 73.48 ડોલર પ્રતિ બેરલ નોંધાઈ છે.
Ahmedabad | 95.66 | 96.03 |
Rajkot | 95.43 | 95.81 |
Surat | 95.98 | 96.37 |
Vadodara | 95.63 | 95.99 |
05-Mar-2025